સ્પામ કોલથી અર્થતંત્રને ૨૬૪૪ કરોડનું નુકશાન

ભારતના લોકો દર વર્ષે ૬ કરોડ ૩૦ લાખ કલાક સ્પા કોલ પાછળ વેડફે છે, ભારત ટોપ-૨૦માં પ્રથમ ક્રમે
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 14:26:30 +0530 | UPDATED: Mon, 11 Sep 2017 14:26:30 +0530

ટ્રુ કોલરના રીપોર્ટમાં કરાયો દાવો

સ્પામ કોલના કારણે દર વર્ષે ભારતીયોના છ કરોડ ૩૦ લાખ કલાક બરબાદ થઈ રહ્યા છે. આ તારણ ઓનલાઈન ફોનબુક કંપની ટ્રુ કોલરના વાર્ષિક રીપોર્ટમાં સામે આવી છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે, એક સ્પામ કોલ ૩૦ સેકન્ડનો હોય છે તેવુ માનીએ તો પણ ભારતીય ગ્રાહકો તેને નજરઅંદાજ કરીને દર વર્ષે ૬ કરોડ ૩૦ લાખ કલાક બચાવી શકે છે.

સર્વેમાં સામે આવ્યુ છે કે સ્પામ કોલની સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહેલ દુનિયાના ટોપ-૨૦ દેશોની યાદીમાં ભારત પ્રથમ ક્રમે છે. રીપોર્ટ મુજબ પ્રતિ ટ્રુ કોલર યુઝર દર મહિને ૨૨.૬ કલાક સ્પામ કોલમાં વેડફે છે. જ્યારે આ યાદીમાં ૨૦.૭ કલાક સાથે અમેરિકા બીજા અને બ્રાઝિલ ત્રીજા ક્રમે છે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે જા સ્પામ કોલને બ્લોક કરી આ વેડફાતા કલાકોને નાણાંમાં તબ્દીલ કરી દેવામાં આવે તો સ્પામ કોલના કારણે ભારતને વાર્ષિક ૨૬૪૪ કરોડના થતા નુકશાનને બચાવી શકાય છે. આ રીપોર્ટના એસોસીએટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, આજના ડિઝીટલ યુગમાં કોઈપણ વ્યક્તિની કોલ ડિટેલ મેળવવી ખૂબ જ સરળ થઈ ગઈ છે.

 યુઝર્સ થર્ડ પાર્ટી એપ્સની ડિટેલ જાણવાની મંજુરી આપી દેતા હોય છે, જેથી વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર મોટા ડેટા બેઝ પર સ્પામ કોલની પકડમાં આવી જાય છે. ભારતમાં સ્માર્ટ ફોનની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તે જોતા આગામી સમયમાં આ સ્પામ કોલ અને તેનાથી થતુ નુકશાન હજી પણ વધી શકે તેમ છે.   જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડવાની પણ શક્યતા છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.