સુજોય ઘોષે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના જૂરી પદથી આપ્યુ રાજીનામુ

સુજોય ઘોષે હાલ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 20:53:37 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 20:53:37 +0530

મુંબઈ,

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલથી મલયાલી ફિલ્મ એસ દુર્ગા અને મરાઠી ફિલ્મ ન્યૂડને હટાવાયા બાદ ફિલ્મમેકર સુજોય ઘોષેે જૂરી હેડના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ગોવામાં ૨૦થી ૨૮ નવેમ્બર સુધી યોજાનાર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ૪૮માં આયોજનમાં ૧૩ સભ્યોની જૂરીએ આ ફિલ્મોની ભલામણ કરી હતી. જોકે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે ફાઈનલ લિસ્ટમાંથી આ બન્ને ફિલ્મોને હટાવી દીધી છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયની યાદીમાં પોતાની ફિલ્મોને સ્થાન ન મળતા સુજોય ઘોષે જૂરી હેડ પદ પરથી રાજીનામુ ધરી દીધુ છે. જોકે સુજોય ઘોષે હાલ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. નામ ન આપવાની શરતે એક જૂરી સભ્યએ મંત્રાલયના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. તેમજ તેણે જણાવ્યુ કે, મંત્રાલય તરફથી ઉઠાવવામાં આવેલ આ નિર્ણય યોગ્ય નથી. જ્યારે અન્ય એક સભ્યએ પણ મંત્રાલયના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.