નાના શહેરોની યુવતિનું પાત્ર ભજવવુ મને પસંદ છે : ભૂમિ

સારી ફિલ્મ અને સ્ક્રિપ્ટ હોય તો ફિલ્મમાં પોતાના પાત્રનું કોઈ મહત્વ રહેતુ નથી, તે ફિલ્મ કરી લેવી જોઈએ
By: admin   PUBLISHED: Mon, 04 Sep 2017 12:00:51 +0530 | UPDATED: Mon, 04 Sep 2017 12:00:51 +0530

બોલીવુડ અભિનેત્રીએ વ્યક્ત કરી પોતાની પસંદ

દમ લગા કે હઈશા, ટોયલેટ એક પ્રેમકથા અને શુભ મંગલમ સાવધાન જેવી ફિલ્મોમાં  નાના શહેર અને મધ્યમવર્ગની યુવતિનુ પાત્ર ભજવનાર ભૂમિ પેડનેકરનુ કહેવુ છે કે વાસ્તવિક જીવનમાં તેને ફેશનેબલ કપડા પહેરવાનો શોખ છે. તેનો આ શોખ મનોરંજન જગત સાથે જોડાવાથી પૂરો થયો છે. ભૂમિ અત્યારે પોતાની ફિલ્મ શુભ મંગલમ સાવધાનનો જારશોરથી પ્રચાર કરી રહી છે.

એકના એક પ્રકારની ભૂમિકા વારંવાર ભજવવા અંગે ભૂમિએ જણાવ્યુ હતું કે, હું નાના શહેરોની યુવિતની ભૂમિકા ભજવીને ખૂબ જ ખુશ છું. તેણે જણાવ્યુ હતું કે પડદા પર હું ભલે સામાન્ય અને ગ્રામીણ યુવતિની ભૂમિકામાં જોવા મળતી હોઉં પરંતુ વાસ્તવિક જીવનમાં મને ફેશન ખૂબ જ પસંદ છે અને હું તૈયાર થવામાં બે કલાકનો સમય લઉં છું. હું મિત્રોને મળવા જતી હોઉં કે પછી ફિલ્મના પ્રમોશન માટે જતી હોઉં દરેક વખતે હું તૈયાર થવામાં લાંબો સમય લઉ છું. વાસ્તવિક જીવનમાં હું એક પારંપારિક મુંબઈની યુવતિ છું. જે મોર્ડન લાઈફ સ્ટાઈલનુ જીવન જીવે છે.

ફિલ્મોમાં દેશી પાત્રો ભજવવા અંગે ભૂમિએ જણાવ્યુ હતું કે, જ્યારે એક સારી સ્ક્રિપ્ટ અને ફિલ્મ મળી રહી હોય ત્યારે પાત્ર શું છે તે અગત્યનું રહેતુ નથી. માત્ર સારો અભિનય કરવો એ જ તમારુ લક્ષ્યાંક હોય છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.