સ્કોટલેન્ડમાં હજારો બાળકોની સામૂહિક કબ્ર મળી આવી

અનાથ આશ્રમના બાળકોને એકસાથે કબ્રમાં દફનાવ્યા હોવાની શક્યતા : કોઈ મહામારી થયાની પણ આશંકા
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 14:08:49 +0530 | UPDATED: Mon, 11 Sep 2017 14:08:49 +0530

બાળકો સાથે શારીરિક અત્યાચાર થયાની આશંકા

એડિનબરા,

સ્કોટલેન્ડમાં હજારો બાળકોની સામૂહિક કબર મળી આવી છે. કેટલાક લોકોનો દાવો છે કે, આ બાળકોના મોત શારીરિક અત્યાચારના કારણે થયા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ આ તમામ બાળકો સ્માઈલમ પાર્ક અનાથ આશ્રમના હતા, જેમને સેન્ટવિસેન્ટ ડી પોલની ડોક્ટર્સ ઓફ ચેરીટી સંસ્થા ચલાવતી હતી. સેન્ટમેરી કબ્રસ્તાનમાં લગભગ ૪૦૦થી વધુ બાળકોના મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે.

એક રીપોર્ટ મુજબ આ અનાથ આશ્રમ ૧૮૬૪માં શરૂ થયુ હતું. જે અનાથ અને ત્યજી દેવાયેલા બાળકોને આશ્રય આપતુ હતું, અહીં લગભગ ૧૧૬૦૦ જેટલા બાળકોની સારસંભાળ લેવામાં આવતી હતી. ૧૯૮૧માં આ અનાથ આશ્રમ બંધ થઈ ગયુ હતું. આ બાળકોની કબ્ર જે સ્થળે હતી ત્યાંના જ પૂર્વનિવાસી એવા ફ્રેન્ક ડોચર્ટી અને જીમજેને આ કબ્ર શોધી હતી. ફ્રેન્ક અને જીમે જોયું કે કબ્રસ્તાન અચાનક પહેલા કરતા વધુ ઉંચુ થઈ ગયુ છે તેમજ કબ્ર પાસે કોઈ ચિહ્ન પણ લગાયેલ નહતુ. તેમણે બાળકો સાથે શારીરિક અત્યાચાર થયો હોવાનો દાવો કર્યો છે.

રીપોર્ટ મુજબ, મોતને ભેટેલ કુલ બાળકો પૈકી ત્રીજા ભાગના બાળકોની ઉંમર ૫ વર્ષથી પણ નાની હતી. જ્યારે માત્ર ૨૪ બાળકો જ ૧૫ વર્ષથી વધુની ઉંમર ધરાવતા હતા. આ બાળકોના મોત ૧૮૭૦થી ૧૯૩૦ વચ્ચે થયા હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. અત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ સ્કોટીસ ચાઈલ્ડ એબ્યુસ ઈન્ક્વાયરી વિભાગને સોંપાઈ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.