હોલીવુડ ફિલ્મમાં કામ કરવા તૈયાર છુ : કાજોલ

હું હોલીવુડ ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર કાજોલ
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 17:40:10 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 17:40:10 +0530

મુંબઈ,

ડિઝની પિક્ચરના ઈનક્રેડિબલ્સ-૨ના હિન્દી વર્જનની ડબિંગ બાદ કાજોલે હોલીવુડ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બોલીવુડ અભિનેત્રી કાજોલે જણાવ્યુ કે, તે પશ્ચિમની દુનિયાને એક્સપ્લોર કરવા અને હોલીવુડની ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર છે.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં કાજોલની મીણનુ પુતળુ મુકવામાં આવ્યુ છે. જેનુ ઉદ્‌ઘાટન ખૂદ કાજોલે કર્યુ હતું. કાજોલે જણાવ્યુ કે, હું હોલીવુડ ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર છું. ફિલ્મની સ્ક્રિપ્ટ સારી હશે તો હું જરુર હોલીવુડ ફિલ્મમાં કામ કરીશ.

મહત્વનુ છે કે, કાજોલે ઈન્ક્રિડિબલ્સ-૨ ફિલ્મમાં ઈલાસ્ટીગર્લ હેલેન પારના પાત્રને હિન્દી વર્જનમાં અવાજ આપ્યો છે. ૨૦૦૪માં આ ફિલ્મનો પ્રથમ ભાગ રીલીઝ કરાયો હતો, જે લોકોને ખૂબ જ પસંદ પડ્યો હતો. ત્યારે બીજો ભાગ ભારતમાં ૨૨ જુનના રોજ રીલીઝ કરાશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.