વર્લ્ડ ચેમ્પિયન એથલીટ હિમા દાસ સાથે કરોડોની ડીલ થઈ

ભારતીય એથલીટ હિમા દાસે આઈએએએફની ફાઈનલમાં ૫૧.૪૬નો સમય લેતા ગોલ્ડ મેડલ જીત્યો હતો
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 12:47:10 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 12:47:10 +0530

આઈઓએસ સાથે બે વર્ષનો કરાર કર્યો

ભારતની વર્લ્ડ ચેમ્પિયન સ્પ્રિંટર હિમા દાસ પર રુપિયાનો વરસાદ થવા જઈ રહ્યો છે. હિમા દાસે જાણીતી સ્પોટ્‌ર્સ મેનેજમેન્ટ કંપની ઈન્ફિનીટી ઓપ્ટિમલ સોલ્યુશન્સ (આઈઓએસ) સાથે કરોડો રુપિયાનો બે વર્ષનો કરાર કર્યો છે. જોકે કંપની અને હિમા દાસ દ્વારા આ કરાર કેટલા રુપિયામાં કરાયો છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આ એક મોટો કરાર હોવાનુ મનાઈ રહ્યુ છે. સાથે જ હાલમાં જ આઈએએએફ વર્લ્ડ અંડર-૨૦ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ જીતીને ભારત તરફથી ઈતિહાસ રચી ચુકેલ હિમા દાસ પણ બોક્સર એમસી મૈરીકોમ અને વિજેન્દરસિંહ, ઉભરતી ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને વર્લ્ડ ચેમ્પિયન વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂ જેવા રમતવીરોની શ્રેણીમાં સામેલ થઈ ગઈ છે.

મહત્વનુ છે કે આ તમામ રમતવીરો સાથે આઈઓએસે કરાર કરેલો છે. હિમા દાસે ફાઈનલમાં ૫૧.૪૬નો સમય લેતા પ્રથમ એવી ભારતીય એથલેટ બનવાનો શ્રેય પ્રાપ્ત કર્યો હતો, જેણે વર્લ્ડ ચેમ્પિયનશિપની કોઈપણ ઉંમરવર્ગમાં ગોલ્ડ જીત્યો હોય. ત્યારે હવે આઈઓએસ સાથેના કરારને હિમા દાસ ફરી ચર્ચામાં આવી છે.

આ કરાર અંગે વાત કરતા હિમાએ જણાવ્યુ કે, હું ખૂબ જ નસીબદાર છું કે મને દેશના ટોપ સ્પોટ્‌ર્સ મેનેજમેન્ટ ગ્રુપમાંથી એક સાથે જોડાવાની તક મળી. મને આવા કોઈ પ્રોફેશનલ સ્પોર્ટસ મેનેજમેન્ટ ગ્રુપની શોધ હતી જે મારા કોમર્શિયલ હિતોની દેખરેખ કરી શકે, કારણકે હું મારુ ધ્યાન માત્ર મારી ટ્રેનિંગ અને ચેમ્પિયનશિપ પર રાખવા માંગુ છું.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.