ગરમીથી તોબા : અનેક લોકો ગંભીર બિમારીમાં સપડાયા

અમદાવાદમાં રોજના સરેરાશ ૧૫૦ જેટલા કોલ ૧૦૮ને મળેછે : ૫૬ ૧૦૮ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ ટુ રખાઇ
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 13:52:18 +0530 | UPDATED: Wed, 16 May 2018 13:52:18 +0530

૧૦૮ને મળતા ઈમર્જન્સી કોલમા વધારો

રાજ્યમાં ગરમીના પારામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં અમદાવાદમાં ૪૪ ડિગ્રી સેલ્સયસ તાપમાન નોંધાતા અનેક અમદાવાદીઓ બિમાર થઇ ચૂક્યા છે. મે મહિનાની ગરમીમાં થતા વધારાને ધ્યાને લઇને ભોગ બનનાર વ્યક્તિઓને પ્રાથમિક ઇમરજન્સી મળી રહે તે માટે ૧૦૮ની ટીમ એક્સ્ટ્રા એમબ્યુલન્સ સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનો પારો સામાન્ય રીતે ૪૦ થી ૪૩ ડિગ્રીએ પહોંચી જતો હોય છે. છેલ્લા બે દિવસથી ગરમીના પારામાં થયેલા વધારાથી ૩૧૭ લોકોને ઇમરજન્સી સારવાર લેવાની ફરજ પડી હતી. જેમાંથી ૭૮ લોકો ગરમી લાગવાને કારણે બેભાન થઇ ગયા હતા.

રાજ્યમાં સૌથી વધુ ઇમરજન્સીના કેસ અમદાવાદમાં રોજના સરેરાશ ૧૫૦ જેટલા કોલ ૧૦૮ને મળી રહ્યા છે. જેને પહોંચી વળવા માટે ૫૬ એમ્બ્યુલન્સને સ્ટેન્ડ ટુ રખાઇ છે. ૧૦૮ દ્વારા ગત વર્ષે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ગરમીને લગતા કુલ ૧૯,૦૨૬ કેસો નોંધાયા હતા. જેમાંથી ૪,૨૯૬ કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા હતા. મે મહિનામાં ગુજરાતમાં  અતિશય ગરમી પડતી હોય છે અને ગરમીનો પારો ૪૩ થી ૪૪ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીમાં શેકાતા હોય છે. જો કે વધુ ગરમીથી માનસિક રોગોમાં પણ વધારો થતો હોય છે.

વાતાવરણમાં ગરમીના પારામાં થતો વધારો સીધી રીતે માણસના શરીરમાં રહેલા રસાયણોમાં ફેરફાર કરે છે. એવું નથી કે ગરમીની અસર માત્ર માણસો પર જ થાય છે. ગરમીની અસર વાહનો પર પણ જોવા મળી હતી. ગરમીના પારામાં વધારો થતા અમદાવાદના રસ્તા પર વાહનોમાં આગ લાગવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.