સ્લિમ બોડી મેળવવા માટે ખોરાકમાં લો લાલ ફ્રુટ.....

દાડમ, સફરજન, પ્લમ, ચેરી, સ્ટ્રોબેરી સહિતના લાલ ફળ સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક સાબિત થાય છે
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 15:23:35 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 15:23:35 +0530

મોટાપાની સમસ્યાને કરે છે દૂર

શું તમે તમારા વધી રહેલ વજન, બેડોળ શરીર અને મોટી કમરના કારણે હેરાન છો? મેદસ્વીતા આજના સમયની સૌથી મોટી સમસ્યા બનીને ઉભરી છે. ખાસ કરીને મહિલાઓ આનો વધુ શિકાર બને છે. મેદસ્વીતાને નિયંત્રણમાં રાખવા માટે સૌથી જરુરી છે કે વ્યક્તિ પોતાના ખોરાક પર નિયંત્રણ રાખે. વિશેષજ્ઞોની માનીએ તો સમયસર ખાવા-પીવાથી તમે તમારા વજનમાં ઘટાડો કરી શકો છો. મેદસ્વીતા ઓછી કરવા માટે ફળોનું સેવન સૌથી વધુ ફાયદાકારક છે. આમ તો દરેક ફળ લાભકારક જ હોય છે પરંતુ લાલ રંગના ફળોનું સેવનથી તમને તરત જ ફરક જોવા મળશે.

મોટાભાગના લાલ રંગ ફાઈબર અને પ્રોટીનના ગુણોથી ભરપુર હોય છે. એવામાં આવા ફળોનું સેવન કરવુ અન્ય રીતે પણ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક રહે છે. દાડમ, સફરજન, સ્ટ્રોબેરી, રાસબરી અને ચેરી લાલ રંગના એ ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જે મેટાબોલ્જિયમને શ્રેષ્ઠ બનાવવાનું કામ કરે છે. તો એવા પાંચ ફળો જેનું સેવન કરી વ્યક્તિ પોતાનુ વજન ઓછુ કરી શકે છે તે નીચે પ્રમાણે છે.

             દાડમ :- દાડમ એક જાદુઈ ફળ છે, દરરોજ એક લાલ રંગનું દાડમએ વ્યક્તિનું માત્ર પોતાનું વજન ઓછુ નથી કરતું પરંતુ તેની શારીરિક નબળાઈને પણ દૂર કરવામાં મદદ કરે છે.

             સફરજન :- એક જુની કહાવત છે, કે રોજનું એક સફરજન ખાવો અને ડોક્ટરના ત્યાં જવાથી બચો, સફરજનમાં વિટામીન સીની ભરપુર માત્રા હોય છે, સફરજનમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર્સ પણ હોય છે, જેનાથી પાચનક્રિયા તો સારી બને જ છે ઉપરાંત તે ભૂખને પણ નિયંત્રણ રાખવાનું કામ કરે છે.

             પ્લમ  :- વજન ઓછુ કરવા માટે પ્લમથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી, પ્લમના સેવનથી ઈમ્યુન સિસ્ટમ તો મજબુત બને જ છે સાથે જ સવારના સમયે આને ખાવાથી દિવસભર માટે પર્યાપ્ત ઊર્જા પણ મળે છે.

             ચેરી :- વજન ઓછુ કરવા માટે ચેરી ખાવા પણ ફાયદાકારક રહે છે, ભુખ્યા પેટે ચેરી ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી લાભકારક સાબિત થાય છે.

             સ્ટ્રોબેરી :- દરરોજ પાંચથી છ સ્ટ્રોબેરી ખાવાથી ન માત્ર વજન ઘટે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે અન્ય રીતે પણ ઘણી લાભદાયક રહે છે, સ્ટ્રોબેરી ચામડી (ત્વચા)ને લાંબા સમય સુધી સુંદર બનાવી રાખવા માટે પણ ઉપયોગી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.