આનંદકુમારની બાયોને લઈને અક્ષય-રીતિક વચ્ચે ગેરસમજ

ફિલ્મના નિર્માતાઓ મધુ મન્ટેએ રીતિક અને પ્રીતિ સિંહાએ અક્ષય કુમાર સાથે ફિલ્મને લઈ વાત કરી હતી
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 20:55:47 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 20:55:47 +0530

નિર્માતાઓની ભૂલના કારણે સર્જાઈ ગેરસમજ

બોલીવુડ અભિનેતા રીતિક રોશન હાલ બિહારના ગરીબ પણ પ્રતિભાવાન બાળકોને આઈઆઈટી જેવી સંસ્થામાં એડમિશન મેળવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા મફત ટ્યુશન આપતા ગણિતજ્ઞ આનંદ કુમારની બાયોપિકમાં કામ કરી રહ્યો છે. જોકે આ મુદ્દે બોલીવુડ અભિનેતા રીતિક રોશન અને અભિનેતા અક્ષયકુમાર વચ્ચે ગેરસમજ થઈ હતી. આ બાયોપિક ફિલ્મ ફેન્ટમ ફિલ્મ્સ અને પ્રીતિ સિંહાનુ સહિયારુ સર્જન હશે.

બન્ને વચ્ચે કોમ્યુનિકેશન ગેપ હોય કે બીજુ કંઈ, ફેન્ટમની મધુ મન્ટેના રીતિક રોશન સાથે વાત કરી હતી, જ્યારે પ્રીતિ સિંહાએ અક્ષયકુમાર સાથે વાત કરી હતી અને બન્ને અભિનેતાએ આ ફિલ્મ કરવા માટે તૈયારી દર્શાવી. પરંતુ આખરે આ ફિલ્મ રીતિકના ખોળે ગઈ. જેના કારણે અક્ષય કુમારને ખોટુ લાગ્યુ હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. કારણકે અક્ષયને એમ થયુ કે તેને ઓફર થયેલી ફિલ્મ રીતિક રોશને પડાવી લીધી.

આપને જણાવી દઈએ કે, રીતિક અને અક્ષય એક જ ટાવરમાં રહે છે અને સારા મિત્રો પણ છે. પરંતુ આનંદ કુમારની બાયો ફિલ્મના મુદ્દે નિર્માતાઓની ભૂલના કારણે બન્ને વચ્ચે ગેરસમજ થઈ હોવાનુ જાણવા મળ્યુ હતું.  જોકે બન્ને કલાકારોના નજીકના સુત્રોનુ કહેવુ છે કે, બન્ને વચ્ચે ગેરસમજ દૂર થઈ ગઈ છે. જોકે ખરી મુશ્કેલી આનંદકુમારને થઈ હતી કારણકે છેલ્લી ઘડી સુધી તેમને ખબર નહતી કે તેમનો રોલ આખરે કોણ ભજવશે?

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.