સત્ય ઘટના પર આધારીત છે હેટ સ્ટોરી-૪ : ઈહાના

ફિલ્મમાં બોલ્ડનેસની હદ વટાવશે ઈહાના ઢીલ્લન અને ઉર્વશી રૌતેલા : ફિલ્મ અગાઉની સીરીઝની જેમ રહેશે હિટ
By: admin   PUBLISHED: Wed, 08 Nov 2017 20:03:38 +0530 | UPDATED: Wed, 08 Nov 2017 20:03:38 +0530

ફિલ્મની અભિનેત્રી ઈહાનાએ કરી સ્પષ્ટતા

ફિલ્મ હેટસ્ટોરીની ત્રણ સીરીઝને દર્શકોએ પસંદ કરી હતી. આ ફિલ્મની ત્રણેય કડીઓ બોલ્ડ સીનના કારણે વધુ ચર્ચામાં રહી હતી. ત્યારે હવે આ ફિલ્મની ચોથી કડી હેટ સ્ટોરી-૪ રીલીઝ થવા જઈ રહી છે.  આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહેલ ઈહાના ઢિલ્લનનું કહેવુ છે કે, આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારીત છે. 

અભિનેત્રીએ વધુમાં જણાવ્યુ કે, આ લવ ટ્રાયંગલ નથી, આ બદલા પર આધારીત વાર્તા છે.  આ પહેલાની ત્રણ ફિલ્મો કરતા તદ્દન અલગ છે અને હેટસ્ટોરી-૪ની વાર્તા સત્ય ઘટના પર આધારીત છે. આજ કારણસર હું ફિલ્મને લઈ ખૂબ જ ઉત્સાહિત છું.  ઉલ્લેખનીય છે કે, હેટ સ્ટોરી-૪ને વિશાલ પંડ્યાએ ડાયરેક્ટ કરી છે. તેમજ આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા, કરણ વાહી, વિવાન ભટેના અને ગુલશન ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. તેમજ ફિલ્મનુ મોટાભાગનુ શુટિંગ લંડનમાં કરવામાં આવ્યુ છે.

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મની પ્રથમ સીરીઝમાં પોલી ડેમ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી, જેણે ફિલ્મમાં બોલ્ડનેસની હદ વટાવી દીધી હતી. ત્યારબાદ હેટ સ્ટોરી-૨માં સુરવીન ચાવલા અને હેટ સ્ટોરી-૩માં ઝરીન ખાન-ડેઝી શાહ જોવા મળી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.