અ’વાદમાં આંદોલનને કોઈપણ રોકી શકશે નહીં : હાર્દિક પેટલ

મેેદાનમાં વાહનો પાર્ક કરવામાં આવશે તો મેદાનમાં પાર્ક થયેલા વાહનો પર બેસીને ઉપવાસ કરીશું : હાર્દિક
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 22:14:11 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 13:26:18 +0530

૨૫મીએ બેસશે આમરણાંત ઉપવાસ પર

છેલ્લા કેટલાક સમયથી અનામતની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા ધરણા, રેલી કરવામાં આવી રહી છે. ત્યારે હવે હાર્દિક પટેલની આગેવાનીમાં આમરણાંત ઉપવાસ યોજવામાં આવશે. આ મામલે હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે, અમદાવાદમાં આંદોલનને કોઈપણ રોકી શકશે નહીં. આ ઉપરાંત હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, ઉપવાસ માટે મંજુરી લેવા માટે પોલીસ કમિશનર, કલેક્ટરને પણ મળવામાં આવશે. બીજીબાજુ અમદાવાદ કોર્પોરેશને હાર્દિકના અમરણાંત ઉપવાસ સ્થળને પાર્કિંગ ઝોન જાહેર કરી દીધુ છે.

અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલ ૨૫મી ઓગસ્ટથી અમદાવાદના નિકોલમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી ચુક્યો છે. તે મેદાનમાં કોર્પોરેશને ફ્રી  પાર્કિંગ પ્લોટની જાહેરાતનુ બોર્ડ મારી દીધુ છે. અચાનક જ કોર્પોરેશને નિકોલના પ્લોટને પાર્કિંગ પ્લોટમાં ફેરવી દેતા પાટીદાર અનામત આંદોલન સમિતિ કન્વીનરો અને કાર્યકરોમાં ફરી અસંતોષ જોવા મળ્યો છે. 

આ મામલે હાર્દિક પટેલે જણાવ્યુ કે, મેદાનમાં વાહનો પાર્ક કરવામાં આવશે તો મેદાનમાં પાર્ક થયેલા વાહનો પર બેસીને ઉપવાસ કરીશું. આપને જણાવી દઈએ કે,હાઈકોર્ટે હાર્દિક પટેલને વિસનગર કેસમાં રાહત આપી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.