ભાજપ આપણી માસીની દીકરી થતી નથી, ભાજપને ઉખાડવાની જ નહીં દાટી દેવાની છે : હાર્દિક પટેલનો હુંકાર

૨૫ વર્ષથી સત્તામાં બેઠેલ ખુંટીયાઓને હાંકો : હાર્દિક
By: admin   PUBLISHED: Mon, 04 Dec 2017 21:34:28 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 16:56:23 +0530

જસદણમાં હાર્દિકે રોડ શો બાદ સભા કરી

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલનો જસદણમાં રો શો અને આટકોટમાં ખેડૂત સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. સભામાં હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે, આજે તડકો નથી આવતો એટલે વિજય નક્કી છે. શું પાક વીમો બધા ખેડૂતોને મળી ગયો. ખેડૂતોના શરીર લેવાય ગયા છે. સરકાર આવશે તો કપાસના ૧૫૦૦ આપીશ તેવુ ભાજપે કહ્યુ હતંુ પણ એક મણના કે બે મણના. આપણે ખેડૂતો અઢી વર્ષે બળદ બદલતા હોઈએ છીએ પરંતુ ૨૫ વર્ષથી સરકારમાં બેઠેલા ખુંટીયાઓને બદલવાની જરૂર છે.

હાર્દિક પટેલે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે રાષ્ટ્રપતિ ભારતના પ્રથમ નાગરીક કહેવાય તેનો પણ ભાજપે આ વખતે ચુંટણીમાં ઉપયોગ કરી લીધો.  આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરતા હાર્દિકે જણાવ્યુ હતું કે, પાણી વગરના રૂપાણીએ ૦ ટકાએ ખેડૂતોને લોન આપવાની વાત કરી હતી પણ તમને મળી ખરી? ખેડૂતોને આદત પડી ગઈ છે ગુલામી કરવાની. માર્કેટયાર્ડમાં ભાજપના આગેવાનોની ખરીદી પહેલા કરવામાં આવે છે. તો બાકીનાને પોતાની ઉપજ બરાક ઓબામાને વેચવા જશે. જો ખેડૂતો અવાજ કરશે તો જ સરકાર સાંભળશે. ભાજપ બહેરી થઈ ગઈ છે.

ચુંટણી સમયે તમારે જેને મત આપવો હોય તેને આપજો પરંતુ ભાજપને મત આપતા નહીં. અત્યારના ખેડૂતનો દીકરો ખેડૂત બનવાનુ વિચારતો નથી.  ભાજપની સરકારે આપણા ૨૪ છોકરાઓને મારી નાખ્યા, આપણને ગોરાઓથી આઝાદી મળી છે. હું કોઈ રાજકારણ કરવા માંગતો નથી. કોઈપણ હોસ્પિટલનુ ઉદ્‌ઘાટન કરાવો તો ભાજપના નેતાઓને શું કામ બોલાવો છો? સાથે જ હાર્દિકે જણાવ્યુ કે, હું એવી આશા રાખુ છું કે ૧૯મીએ અખબારોમાં એવુ આવે કે ગુજરાતમાં અહંકારની હાર થઈ.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.