પંડ્યા ભારત માટે શ્રેષ્ઠ ઓલરાઉન્ડર સાબિત થશે

લાંસ ક્લુઝનરે કર્યા પંડ્યાના વખાણ
By: admin   PUBLISHED: Wed, 10 Jan 2018 19:24:53 +0530 | UPDATED: Wed, 10 Jan 2018 19:24:53 +0530

કેપટાઉન,

દ.આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાંસ ક્લુઝનરે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભરપેટ વખાણ કર્યા છે. ક્લુઝનરે જણાવ્યુ છે કે હાર્દિક પંડ્યા ભારત માટે શ્રેષ્ઠ ઓલરાઉન્ડર સાબિત થઈ શકે છે.  પંડ્યાએ પ્રથમ ટેસ્ટમાં ૯૫ બોલમાં ૯૩ રનની શાનદાર ઈનિંગ રમી હતી અને સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગમાં ૨૭ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. 

ક્લુઝનરે જણાવ્યુ કે, ભારતની પ્રથમ ઈનિંગમાં હાર્દિક પંડ્યાએ રમેલી ઈનિંગ ખૂબ જ શાનદાર હતી. તેણે ટીમને દબાવમાંથી બહાર લાવી દ.આફ્રિકા પર દબાવ બનાવ્યો હતો. આ ઉપરાંત બીજી ઈનિંગમાં તે બેટિંગમાં ન ચાલ્યો પરંતુ તેણે બે ઉપયોગી વિકેટ લીધી હતી. જેથી આગામી સમયમાં તે ભારત માટે શ્રેષ્ઠ ઓલરાઉન્ડર સાબિત થઈ શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.