રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી ૫૩ ટકા વરસાદ પડ્યો

રાજ્યના કુલ ૨૦૩ ડેમોમાં ગત મે મહિના કરતા હાલ માત્ર ૨.૬૧ ટકા જ પાણીનો વધારો થયો : અહેવાલ
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 13:08:10 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 13:08:10 +0530

જળાશયોની સ્થિતિ જૈસી થી વૈસી કી વૈસી

ગુજરાતમાં ચાલુ ચોમાસાની સીઝનનો વરસાદ ૫૩ ટકા થવા પામ્યો છે. જોકે કેટલાક તાલુકામાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસામાં સીઝનનો કુલ ૫૩ ટકા વરસાદ પડ્યો છે. તેમ છતા જળાશયોની સ્થિતિમાં કંઈ ખાસ પરિવર્તન જોવા મળ્યુ નથી. રાજ્યના કુલ ૨૦૩ ડેમોમાં ગત મે મહિના કરતા હાલ માત્ર ૨.૬૧ ટકા જ પાણીનો વધારો થયો છે. આ પહેલા મે મહિનામાં ૩૩.૯૫ ટકા પાણી હતુ. જે વધીને ૩૬.૫૬ ટકા થયુ છે. આમ રાજ્યમાં ગંભીર જળ કટોકટીના કારણે આગામી દિવસોમાં રુપાણી સરકારનુ પણ પાણી મપાઈ શકે છે.

ગુજરાતના માત્ર ૧૨ જળાશયોમાં જ ૧૦૦ ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તેમજ ૩૦ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૮ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા. જ્યારે ૮૪ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછુ પાણી છે. જોવા જઈએ તો ચોમાસાની શરુઆતથી લઈ અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો ૫૩ ટકા વરસાદ પડ્યો છે. તેમ છતા ગુજરાતના જળાશયોની સ્થિતિમાં ઉનાળા કરતા કોઈ ખાસ પરિવર્તન જોવા મળ્યુ નથી. રાજ્યના કુલ ૨૦૩ ડેમોમાં ગત મે માસ કરતા હાલ ૨.૬૧ ટકા જ પાણીનો વધારો થયો છે.

આ પહેલા મે મહિનામાં ૩૩.૯૫ ટકા પાણી હતુ. જે ૯ ઓગસ્ટની સ્થિતિએ વધીને ૩૬.૫૮ ટકા થયુ છે. જેની સરખામણીએ ગત વર્ષે આજના દિવસે ૫૯.૩૬ ટકા પાણી હતુ. આમ પાણીના જથ્થામાં કુલ ૨૨.૮ ટકાનો ઘટાડો છે. ગુજરાતના માત્ર ૧૨ જળાશયોમાં જ ૧૦૦ ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તેમજ ૩૦ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૮ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૪૯ ડેમોમાં ૨૫થી ૫૦ ટકા પાણી છે. જ્યારે ૮૪ જળાશયોમાં ૨૫ ટકાથી પણ ઓછુ પાણી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.