હું શિવભક્ત છું, સત્યમાં જ વિશ્વાસ કરું છું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સંખેશ્વર, વરાણા અને બહુચરાજી મંદિરમાં કર્યા દર્શન-ભાજપે મંદિર દર્શન પર કર્યો હતો કટાક્ષ
By: admin   PUBLISHED: Mon, 13 Nov 2017 20:32:15 +0530 | UPDATED: Mon, 13 Nov 2017 21:50:09 +0530

ભાજપના કટાક્ષનો રાહુલે આપ્યો જવાબ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પોતાની ઉત્તર ગુજરાત યાત્રાના છેલ્લા દિવસે પાટણ જિલ્લાના હારીજ, સંખેશ્વર, વરાણા સહિતના વિસ્તારની મુલાકાત કરીને જાહેરસભાને સંબોધી હતી. સાથે જ રાહુલ ગાંધીએ મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે બેચરાજી માતાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ બેચરાજીમાં રાહુલ ગાંધીએ સભાને પણ સંબોધી હતી.

પોતાની ગુજરાત યાત્રા દરમિયાન દરેક મંદિરની મુલાકાત લઈ રહેલ રાહુલ ગાંધીએ ભાજપના આક્ષેપો પર જવાબ આપતા જણાવ્યુ હતું કે હું શિવભક્ત છુ અને મને કોઈ ફરક નથી પડતો કે ભાજપ કેવી ટિપ્પણીઓ કરે છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે મને સત્ય પર વિશ્વાસ છે, ભાજપને જે બોલવુ હોય તે બોલે હું ધ્યાનમાં લેતો નથી.

આ પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ભૂપેન્દ્ર યાદવે કોંગ્રેસના પ્રચારક રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યુ હતું કે રાહુલ ગાંધી અત્યારે મંદિર જઈ રહ્યા છે અને પૂજા કરી રહ્યા છે. આ સંસ્કૃતિનો એક ભાગ છે અને તે આદત સારી પણ છે. પરંતુ રાહુલનુ આ વર્તન માત્ર ચુંટણીલક્ષી છે, ચુંટણી સિવાય રાહુલને મંદિરમાં જતા જોયા પણ નથી.

મહત્વનુ છે કે રાહુલ ગાંધીએ પોતાના ઉત્તર ગુજરાત પ્રવાસ દરમિયાન અક્ષરધામ, શામળાજી, અંબાજી, વિરમાયા, સંખેશ્વર, વરાણા ખોડીયાર મંદિર અને બહુચરાજી મંદિરમાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી.  રાહુલના આ વર્તનને મતદારોને રીઝવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યુ છે.

ખાટલા ઉપર બેસીને રાહુલે માણ્યો શાક-રોટલાનો આનંદ : ગુજરાતી રંગમાં રંગાયા રાહુલ ગાંધી

ગુજરાતના મતદારોને આકર્ષિત કરવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ગુજરાત પ્રવાસે છે અને નવસર્જન યાત્રા અંતર્ગત પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત પહોંચેલ રાહુલ ગાંધી પૂરે પૂરા ગુજરાતી રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. તેઓ અવાર-નવાર રસ્તા પરની સામાન્ય હોટલો પર ગુજરાતી ભોજન માણતા અને લોકો સાથે ગપ્પા મારતા પણ નજરે પડી રહ્યા છે. ત્યારે રવિવારે રાત્રે રાહુલ ગાંધી પાટણમાં ડીસા હાઈવે પર આવેલ કાઠિયાવાડી હોટલમાં ગુજરાતી ભોજનનો આનંદ લેતા નજરે પડ્યા હતા. જ્યાં તેમણે બાજરાના રોટલા, હળદર અને લસણનુ શાક તેમજ છાશની મજા માણી હતી. રાહુલ ગાંધીએ પારંપારીક રીતે ખાટલામાં બેસીને ભોજન લીધુ હતું. તેમજ રેસ્ટોરન્ટ પર એક કલાક સુધી ગુજરાતી ગીતો પણ સાંભળ્યા હતા.

રાહુલ ગાંધી સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગહેલોત ઉપરાંત અન્ય સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા. રાહુલ ગાંધીના આ ચુંટણી પ્રચાર દરમિયાન તેમના પર ગુજરાતી સંસ્કૃતિની એક છાપ જોવા મળી છે. તેઓ પોતાની રેલીઓમાં વગાડવામાં આવતા ગુજરાતી લોક ગીતોથી પણ પ્રભાવિત થયા છે. સાથે જ તેમની સભામાં પણ તેઓ વચ્ચે ગુજરાતી શબ્દો બોલવાનુ રાખે છે. પોતાના ગુજરાતી પ્રવાસ દરમિયાન રાહુલ ક્યારેક આદિવાસીઓ સાથે નાચતા નજરે પડ્યા છે, તો ક્યારેક લોકો સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા છે. તેઓ ફાફડા-જલેબી જેવા સ્થાનિક નાસ્તાનો આનંદ લેતા પણ જોવા મળ્યા છે. 

વંચિતોના મનની વાત સાંભળી ચુંટણી ઘોષણાપત્ર તૈયાર કરવાની રાહુલની ખાતરી : ઠેર-ઠેર રાહુલનુ સ્વાગત થયુ

ગુજરાતમાં આજે પોતાની ચોથા તબક્કાની અંતિમ યાત્રાના દિવસે રાહુલ ગાંધી નવા રંગમાં જોવા મળ્યા હતા. કોંગ્રેસ ઉપાધ્યક્ષે હારિજ ખાતે મદારીઓના ખેલ નીહાળ્યા હતા. જોકે મદારીના ખેલમાં પણ તેઓ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરવાનુ ચુક્યા નહતા. મદારીનો ખેલ જોયા બાદ રાહુલે જણાવ્યુ કેજે પૈસા હાલ તમે જાદુથી કાઢ્યા તે જ રીતે વડાપ્રધાને જાદુથી પૈસા ગાયબ કર્યા છે.

રાહુલે જણાવ્યુ હતું કે વડાપ્રધાન મોદી પણ તમારા જેવા જ જાદુગર છે. તેમણે છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતના લોકો પર જાદુ કરીને રાખ્યુ છે. રાહુલે જણાવ્યુ હતું કેતમારા અને મોદીમાં ફરક એટલો જ છે કે તમે જાદુથી પૈસા કાઢી બતાવ્યા અને મોદીજીએ જાદુથી પૈસા ગાયબ કરી બતાવ્યા. રાહુલે આજે ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં સભાને સંબોધી હતી. જેમાં તેમણે જીએસટીનોટબંધીબેરોજગારી અને ભ્રષ્ટાચાર મામલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

ઠેર-ઠેર વિવિધ ગામોમાં રાહુલ ગાંધીનુ જોરદાર સ્વાગત થયુ હતું. તેઓ ગુજરાતના કેબિનેટ મંત્રી દીલિપ ઠાકોરના ગામ હારીજ પણ ગયા હતા. જ્યાં લોકોએ તેમનુ ભવ્ય સ્વાગત કર્યુ હતું. તેમણે અહીં બિનઅનુસૂચિજ જનજાતિના લોકોની મુલાકાત કરી હતી.જે દરમિયાન તેમણે જણાવ્યુ કેઅમે તમારા મનની વાત સાંભળવા આવ્યા છીએતમારા મનની વાત સાંભળી અમે ઘોષણાપત્ર તૈયાર કરીશુ. જ્યારે વરાણા ખાતેની સભા દરમિયાન રાહુલે જણાવ્યુ કેગુજરાતમાં હું માત્ર ૫થી ૧૦ ઉદ્યોગપતિઓનો વિરોધ નથી કરી રહ્યોપરંતુ સમાજના તમામ વર્ગ આંદોલન કરી રહ્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.