આરોપીઓને લક્ઝરી સુવિધા આપનાર પીએસઆઈ સસ્પેન્ડ

તપાસના આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો
By: admin   PUBLISHED: Thu, 12 Jul 2018 02:30:23 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 02:30:23 +0530

રાજકોટ,

રાજકોટના પડધરી તાલુકાના નાની અમરેલી ગામે માર મારવાના ગુનામાં ઝડપાયેલ આરોપીના રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પીએસઆઈ દ્વારા આરોપીઓને લક્ઝરી હોટલમાં સુવિધા પુરી પાડવાનો વીડિયો સામે આવ્યો હતો. બનાવના પગલે જિલ્લા પોલીસવડાએ પીએસઆઈ આરપી કોડિયાતરને સસ્પેન્ડ કરી વધુ તપાસના આદેશ આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. 

પડધરીના અમરેલી ગામે રહેતા એક યુવાને ગામની મીલમાંથી નીકળતો પ્રદૂષિત ધુમાડો ગ્રામજનોના આરોગ્ય માટે હાનિકારક હોવાની ફરીયાદ કરી હતી. આ મામલે પડધરી પોલીસમાં હત્યાની કોશિશ અને એટ્રોસીટીની ફરીયાદ નોંધાઈ હતી. પડધરીના પીએસઆઈ આરપી કોડિયાતર સહિતના સ્ટાફે આ ગુનામાં ગામના કેટલાક પટેલ શખ્સોની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જોકે આ દરમિયાન જામનગર રોડ પર પીએસઆઈ સહિતનો સ્ટાફ આરોપીઓને હોટલમાં લઈ ગઈ લક્ઝરી સુવિધા આપી હતી. જે અંગે પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.