ઉત્તરાયણના બે દિવસ સુરતના કોઇપણ બ્રીજ પરથી ટુ વ્હીલર નહીં કરી શકે અવરજવર

ગળુ કપાવવાની ઘટનાઓ વધતા પોલિસનો નિર્ણય
By: Monika Vyas   PUBLISHED: Sat, 12 Jan 2019 11:44:25 +0530 | UPDATED: Tue, 15 Jan 2019 15:41:28 +0530

 સુરત

ઉત્તરાયણ એટલે તારીખ 14 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી 15 જાન્યુઆરી રાતના 10 વાગ્યા સુધી સુરતના તમામ બ્રિજ પર કોઈ પણ બાજુથી ટૂ-વ્હીલર્સ અવરજવર નહીં કરી શકે.


 ઉત્તરાયણ નજીક છે ત્યારે મોટા શહેરોમાં ધારદાર દોરીના કારણે લોકોના ગળા કપાવવાના અનેક બનાવો બને છે.પતંગની દોરી ઘણીવાર એટલી તીક્ષ્ણ હોય છે કે તેના કારણે ગળું કપાવવાથી ઘવાયેલા વ્યક્તિનું મોત પણ થઈ જતું હોય છે. 

ફલાયઓવરના શહેર ગણાતા સુરતમાં દર ઉત્તરાયણમાં ગળું કપાવવાના કારણે અનેકના મોત નીપજે છે.ખાસ કરીને સુરતના બ્રિજ પર ગળું કપાવવાના બનાવો વધુ બનતા હોઈ આ ઉત્તરાયણમાં બે દિવસ પૂરતી લોકોને બ્રિજ પરથી અવરજવર બંધ કરવામાં આવી છે.


ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સુરતના કોઈ પણ ઓવરબ્રિજ પર દ્વિચક્રીય વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બે દિવસ દ્વિચક્રીય વાહનો ઓવરબ્રિજ પર નહીં જઇ શકે. દ્વિચક્રીય વાહનોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે. લોકોની સાવચેતીના ભાગરૂપે સુરતના વિશેષ શાખાના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને  ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે શહેરના તમામ ફલાયઓવર ટુ વહીલર ચલાવવાની મનાઈ કરી છે.


 

ઉત્તરાયણ એટલે તારીખ 14 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યાથી 15 જાન્યુઆરી રાતના 10 વાગ્યા સુધી સુરતના તમામ બ્રિજ પર કોઈ પણ બાજુથી ટૂ-વ્હીલર્સ અવરજવર નહીં કરી શકે.

 

જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.