અમદાવાદની રથયાત્રામાં પહેલીવાર સર્વેલન્સ માટે ઇઝરાયેલના હિલેનીયમ બલુનનો ઉપયોગ થશે

રથયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 14:32:45 +0530 | UPDATED: Fri, 13 Jul 2018 00:07:17 +0530


અમદાવાદ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ૧૪ જુલાઈના રોજ ધામધૂમપૂર્વક આ રથયાત્રા કાઢવામાં આવશે. જેને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત પોલીસ હાઈ રીઝોલ્યુશનવાળા કેમેરા સાથેના ઈઝરાયલી હિલિયમ બલૂનનો ઉપયોગ કરશે.

સર્વેલન્સ માટે વપરાતા આ બલૂન્સ 1500 ફીટની ઉંચાઈ સુધી ઉડીને 5 કિમી રેડિયસનો વિસ્તાર કવર કરે છે. જેના પર લાગેલા હાઈ ડેન્સિટી અને રીઝોલ્યુશનવાળા કેમેરાને કોઈ પીનપોઇન્ટ લોકેશન પર ઝૂમ કરીને નાનામાં નાની મૂવમેન્ટને જોઈ શકાય છે. ઉપરાતં વધારામાં આ બલૂન હવામાં એકધારુ 72 કલાક સુધી રહે છે.

ક્રાઇમબ્રાંચના ડેપ્યુટી કમિશનર દીપેન ભદ્રને કહ્યું કેબલૂનને દરિયાપુર અને શાહપુર વચ્ચેના કોઈ વિસ્તારમાં આકાશમાં રાખવામાં આવશે જેથી તેના દ્વારા અમે સમગ્ર વિસ્તાર પર નજર રાખી શકાશે.

મુવીંગ સ્ક્વોડના બંદોબસ્ત માટે SMSનો ઉપયોગ

રથયાત્રાના બંદોબસ્ત માટે પહેલીવાર ક્રાઈમબ્રાંચ ઉપરાંત બહારથી બોલાવવામાં આવેલ અધિકારીઓ કે જે મૂવિંગ બંદોબસ્તમાં છે તે તમામને ક્રાઈમબ્રાંચે એસએમએસ કરીને મૂવિંગ બંદોબસ્તમાં તેમને ક્યાં તૈનાત કરાયા છે તેની જાણ કરી છે.

વેલકમ ટુ રથયાત્રા-૨૦૧૮ આવા ટાઈટલ સાથે ક્રાઈમ બ્રાંચે રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં જોડાયેલા ૩૬૦૦ પોલીસકર્મીઓને ઘડીના છઠ્ઠા ભાગમાં બંદોબસ્તની વહેંચણી કરી દીધી છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જવાબદારી શહેર પોલીસની હોય છે. પરંતુ મહત્વની જવાબદારી છેલ્લા અનેક વર્ષોથી ક્રાઈમબ્રાંચ સંભાળી રહી છે. ત્રણેય રથ ઉપરાંત અખાડા, ભજન મંડળી અને ગજરાજની સાથે સાથે ક્રાઈમબ્રાંચની ટુકડીઓ કે તેમના નિયંત્રણમાં લેવાયેલા સુરક્ષાકર્મીની જ તૈનાત કરાતી હતી. જેને મૂવિંગ સ્ક્વોડ કહેવામાં આવે છે.

આ સ્ક્વોડ સવારે મંદીરમાંથી પહેલો હાથી નીકળે ત્યાંથી સાંજે રથયાત્રા નિજમંદિરે પરત ફરે ત્યારે છેલ્લા વાહન સુધી આ સ્ક્વોડ નજર રાખે છે અને સાથે રહે છે. રથયાત્રાના મૂવિંગ બંદોબસ્તમાં ૩૬૦૦ સુરક્ષાકર્મીઓ આ વખતે તૈનાત રહેશે. જેથી આ વખતે પ્રથમ વખત ક્રાઈમબ્રાંચ ઉપરાંત બહારથી બોલાવાયેલ અધિકારીઓ કે જે મૂવિંગ બંદોબસ્તમાં છે તે તમામને ક્રાઈમબ્રાંચે એસએમએસ કરીને મૂવિંગ બંદોબસ્તમાં તેમણે ક્યાં તૈનાત રહેવાનુ છે તેની જાણ કરી છે.

મહત્વનુ છે કે ભૂતકાળમાં મૂવિંગ બંદોબસ્તના પોલીસકર્મીઓને એક સાથે બોલાવીને માઈકમાં જાહેરાત કરી અલગ અલગ ગ્રુપને તેમના બંદોબસ્તની ફાળવણી કરાતી હતી. જો કે, આ વખતે ક્રાઈમબ્રાંચે ટેકનોલોજીનો ઉપયોગ કરી એસએમએસ દ્વારા આ ફાળવણી કરી છે.

જગન્નાથ યાત્રા દરમિયાન નેશનલ સિક્યોરીટી ગાર્ડની એક ટીમ સ્ટેન્ડબાય રહેશે. તેમજ જો કોઈ ઈમર્જન્સી જેવી સ્થિતિ ઉભી થાય તો આ ટીમને શહેરની જીયોગ્રાફીથી માહિતગાર કરવા માટે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ક્રાઈમબ્રાન્ચની એક ટીમ તેમની સાથે સતત ખડેપગે રહેશે.

રથયાત્રા દરમિયાન સાવચેતીના પગલારૂપે શહેરમાં પોલિસ દ્રારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આવતા 7 પોલિસ સ્ટેશનોના વિસ્તારોમાં પોલિસે ફ્લેગ માર્ચ યોજી હતી.આ ફ્લેગમાર્ચમાં પોલિસના 15 વાહનો અને 80 જેટલાં સીનીયર પોલિસ અધિકારીઓ સહિતના જવાનો જોડાયા હતા.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.