મહિસાગરના રસ્તા પર વાઘ દેખાયો,શિક્ષકે લીધી તસ્વીર,વન વિભાગે શરૂ કરી શોધખોળ

ગુજરાતમાં 27 વર્ષે વાઘ જોવા મળ્યો
By: Monika Vyas   PUBLISHED: Sun, 10 Feb 2019 08:51:01 +0530 | UPDATED: Tue, 12 Feb 2019 17:19:36 +0530

લુણાવાડા

માની ના શકાય પરંતુ ગુજરાતમાં 27 વર્ષ બાદ ફરી એકવાર વાઘ જોવા મળ્યો છે.ગુજરાતના મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના બોરીયા ગામ પાસેના એક રસ્તા પર વાઘ જોવા મળ્યો છે.

એક સરકારી શાળાના શિક્ષકે રસ્તા પરથી વાઘને જતો નિહાળ્યો હતો.મહેશ મહેરા નામના શિક્ષકે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બોરિયા ગામ પાસે 6 ફેબ્રુઆરીએ વાઘને રોડ પરથી પસાર થતાં જોયો હતો, જે બાદ તેમણે સમય સૂચકતા વાપરી પોતાના મોબાઇલના કેમેરામાં વાઘને કેદ કરી લીધો હતો.

ગુલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં મહેરાએ જણાવ્યું કે,સાંજે જ્યારે હુ સ્કૂલેથી પરત ફરી રહ્યો હતો ત્યારે મારી કારથી 40 ફીટ દૂર વાઘને જોતા મને આશ્ચર્ય થયું હતું. સ્થાનિક લોકો આ વિસ્તારમાં વાઘની હાજરી હોવાની વાત કરતાં હતાં તે બાદ મે તરત જ વાઘની તસવીર મારા મોબાઇલમાં લઇ લીધી છે.

મહેશભાઈએ લીધેલી તસવીર રાજ્યના વન વિભાગ પાસે પહોંચતા વન વિભાગે વાઘ પરત ફર્યો હોવાના પુરાવા માટે બોરિયા ગામમાં કેમેરા પણ ગોઠવી દેવાયા છે.

વાઘની આ તસવીર પ્રિન્સિપલ કન્ઝવેટર ઓફ ફોરેસ્ટ   અક્ષય સક્સેનાને મળતા તેમણે વાઘ વિસ્તારમાં પરત ફર્યો હોવાની પુષ્ટિ કરવા માટે અધિકારીઓને સર્ચ ઓપરેશન હાથ ધરવાં કહ્યું હતું. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીર સાચી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવા કહ્યું હતું,

અક્ષય સક્સેનાએ જણાવ્યું કે, ‘વાઘ જ્યાંથી પસાર થયો હતો ત્યાં અમે તેના પગના નિશાન કે કોઇ પશુનાં મારણ અંગે તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત વાઘની હાજરી છે કે નહીં તેના પુરાવા માટે અમે હાલ ત્રણ કેમેરા ગોઠવ્યા છે, જ્યારે વઘુ બીજા કેમેરા ગોઠવવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.