Wednesday,19 September 2018,09:09:40

બીજા રાજ્યમાં હત્યા કરી બાળકીની લાશને સુરતમાં ફેંકી હોવાની શક્યતા:સુરત પોલિસ કમિશનર

અજાણી બાળકીની હત્યા પર સુરત પોલિસ કમિશનર સતીશ શર્માની પ્રેસ કોન્ફરન્સ
By: admin   PUBLISHED: Sun, 15 Apr 2018 14:31:38 +0530 | UPDATED: Tue, 17 Apr 2018 15:55:17 +0530

સુરત

સુરતના પાંડેસરા વિસ્તારમાં 10 દિવસ પહેલાં હત્યા કરાયેલી બાળકીની લાશ મામલે સુરતના પોલિસ કમિશનર સતિશ શર્માએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે બાળકીની ઓળખ થઇ શકી નથી.

ઉલ્લેખનીય છે કે દેશમાં કઠુઆ અને ઉન્નાવના ગેંગરેપનો મામલો ગરમાયો છે ત્યારે સુરતની એક બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે. જીઆવ-બુડિયા રોડ પર સાંઈમોહન સોસાયટી, પ્રિયંકા ગ્રીનપાર્ક નજીક આવેલા ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડના પાછળના ભાગેથી તા. 6-4-18ના સવારે પોણા 7 વાગ્યે આશરે અગિયારેક વર્ષની એક બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી.આ બાળકી પર દુષ્કર્મ થયું હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી છે.

 

For more read :


બેટી બચાવો..10 દિવસે પણ આ બાળકીના હત્યારા શોધી નથી શકી સુરત પોલિસ,રેપ થયો હોવાની શંકા

 

સુરત પોલિસ કમિશનર સતીશ શર્માએ કહ્યું કે બાળકીનો મૃતદેહ જે સ્થળેથી મળ્યો ત્યાં પુરાવા મળતા નથી.આ બાળકીને બહારથી મારીને કોઇ અહીં મુકી ગયું હોય તેવું લાગી રહ્યું છે.અમે બહારના તમામ રાજ્યોની પોલિસને બાળકીના ફોટોગ્રાફ મોકલી આપ્યાં છે અને આ રાજ્યોની પોલિસના અમે સંપર્કમાં છીએ.

કમિશનર સતીશ શર્માએ કહ્યું કે અમે 8000 જેટલા ગુમ થયેલા બાળકોનો ડેટા લીધો છે અને આ બાળકી ક્યાંથી ગુમ થઇ હતી તેની તપાસ થઇ રહી છે.આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.જો કે આ બાળકીના ગુમ થવા અંગે હજુ સુધી કોઇ પોલિસ ફરિયાદ મળી નથી.

કમિશનર સતીશ શર્માના કહેવા પ્રમાણે બાળકીની હત્યા સુરત બહાર થઇ હોવાની શક્યતા છે અને તેને મારીને અહીં ફેંકી દેવામાં આવી છે.આ બાળકી બિહાર અથવા ઓરિસ્સાની હોઇ શકે છે.

બાળકીની હત્યા પછી સુરત પોલિસે બનાવના સ્થળની નજીકના અનેક ઘરોમાં જઇને પુછપરછ કરી હતી,જો કે છતાં તેની ઓળખ મળી નહોતી.સુરત પોલિસે આ બાળકીની ઓળખ આપનારને 20,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.