Wednesday,19 September 2018,08:29:19

બેટી બચાવો..10 દિવસે પણ આ બાળકીના હત્યારા શોધી નથી શકી સુરત પોલિસ,રેપ થયો હોવાની શંકા

સુરતમાં 11 વર્ષની બાળકીની હત્યા,રેપ થયો હોવાની શંકા
By: admin   PUBLISHED: Sun, 15 Apr 2018 12:02:47 +0530 | UPDATED: Tue, 17 Apr 2018 15:54:15 +0530

સુરત

 દેશમાં કઠુઆ અને ઉન્નાવના ગેંગરેપનો મામલો ગરમાયો છે ત્યારે સુરતની એક બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે. જીઆવ-બુડિયા રોડ પર સાંઈમોહન સોસાયટી, પ્રિયંકા ગ્રીનપાર્ક નજીક આવેલા ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડના પાછળના ભાગેથી તા. 6-4-18ના સવારે પોણા 7 વાગ્યે આશરે અગિયારેક વર્ષની એક બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી.

 

જોવાની વાત એ છે કે આ બાળકીની લાશ મળ્યાને આજે 10 દિવસ થયા હોવા છતાં પોલિસ તેની ઓળખ સુધ્ધા કરી શકી નથી.હાલ સોશિયલ મીડીયા પર આ બાળકીના ફોટા વાઇરલ થઇ રહ્યાં છે અને તેની હત્યાના આરોપીઓને પકડવા માટે હજારો લોકો અપીલ કરી રહ્યાં છે.

 

 મીડીયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે તો આ બાળકી પર બળાત્કાર ગુજારાયા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું હતું. આજ દિન સુધી તેની ઓળખ પણ થઇ શકી નથી. આ બાળકીને દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી હત્યા કરી ફેંકી દેવામાં આવી હતી. જેમાં એક નવો ખુલાસો થયો છે કે, બાળકીને ક્રુરતાપુર્વક ટોર્ચર કરવામાં આવી હતી. અને બાળકીના શરીર પરથી 86 જેટલા ઈજાના નિશાન મળી આવ્યા છે. જેમાં પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈજા નિશાન મળી આવ્યા છે. 

 

આ બાળકીનો કેસ સંભાળી રહેલ પાંડેસરા પોલિસ સ્ટેશન દ્રારા બાળકીના માતા-પિતાને શોધી આપનારને 20 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

 

જો કે આ બાળકીની તસ્વીર વાઇરલ થયાં પછી સુરતમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.સુરતમાં શનિવારે એક કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું છે.આ અજાણી બાળકીની હત્યાના દોષીઓને કડક સજાની માંગ સાથે વરાછાના હીરા બાગ સર્કલથી મિની બજાર સુધી એક કેન્ડલ માર્ચ સાથે રેલી કાઢવામાં આવી હતી. દીકરીઓને દોઢીયા ક્લાસમાં જ નહીં કરાટે ક્લાસમાં મૂકવાનો સમય આવી ગયો છે એવા બેનર સાથે મોટી સંખ્યામાં લોકો આ કેન્ડલ માર્ચ રેલીમાં જોડાયા હતા. બળતકારી કો ફાંસી ફાંસી દોના નારા સાથે કસુરવારોને પકડો અને કડક સજા મળે તેમજ મૃતક બાળઓના આત્માઓને શ્રઘ્ઘાજંલી અર્પણ કરવામાં આવી હતી.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.