અમદાવાદ,રાજકોટ બાદ સુરતમાં પણ પ્લાસ્ટીક પર મુકાયો પ્રતિબંધ

સુરતમાં પાણીના પાઉચ સહિત પ્લાસ્ટીકના પેકિંગ પર મુકાયો પ્રતિબંધ
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Jun 2018 16:29:16 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 16:29:16 +0530

 સુરત

રાજ્યમાં પ્લાસ્ટીક હટાવોની ઝુંબેશ વેગ પકડતી જાય છે.રાજ્યમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા બાદ સુરતમાં પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીના પાઉચ સહિત પ્લાસ્ટિક પર પ્રતિબંધનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 

 ગુજરાતના અન્ય શહેરોની જેમ સુરત મહાનગર પાલિકાએ પણ જાહેરનામું બહાર પાડીને તમામ પ્રકારના પ્લાસ્ટીકના પાઉચ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામામાં પ્લાસ્ટીકના કપ સાથે તમામ પ્રકારના પાઉચ પ્લાસ્ટીકની થેલીઓ, પાન- મસાલાના પેકીંગ કરવામાં વપરાતા પ્લાસ્ટિકના રેપર જેવી વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 સુરતના મ્યુનિસિપલ કમિશનરે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ૨૦૧૬ અંતર્ગત તથા સ્વચ્છ ભારત મિશન હેઠળ સુરત સિટીના જાહેર રસ્તાઓ, રહેણાંક વિસ્તારો, કોર્મશિયલ એકમો, કેફે તથા કોલ્ડ્રિંક્સની લારીઓ, દુકાનો તથા લગ્ન કે શુભ- અશુભ પ્રસંગોએ આયોજિત ભોજન સમાંરભોમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના કપ, પ્લાસ્ટિકની થેલીઓ, પાન-મસાલાના પેકિંગ, પ્લાસ્ટિકના રેપર્સ નિયમ મુજબના નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે.

 પાણીના પાઉચ 50 માઈક્રોનથી ઉપર હોય તો પણ પ્રતિબંધ છે કે નહીં તેનો કોઈ ખુલાસો કરાયો નથી. સાથે સાથે પાણીના પાઉચની જેમ દુધ પણ પાઉચમાં વેચાય છે તેના વેચાણ માટે પણ પ્રતિબંધમાં કોઈ ઉલ્લેખ કરાયો ન હોવાથી આ જાહેરનામાના અમલમાં વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે.

 

સુરતમાં પ્લાસ્ટીકની થેલીઓના કારણે ડ્રેનેજલાઇન ચોકઅપના પ્રોબ્લેમ આવી રહ્યાં છે. આ પ્લાસ્ટિક ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદના પાણીમાં તણાઇને નદીઓ વાટે સમુદ્રમાં જાય છે. પ્લાસ્ટિકના પાઉચ, થેલીઓ કે બોટલોનો દરિયાની અંદર મોટા પ્રમાણમાં જથ્થો એકઠો થઇ ચૂક્યો છે. માછીમારી કરતી બોટોમાં માછલીના પ્રમાણ કરતા પ્લાસ્ટિકનો કચરો વધુ પ્રમાણમાં આવી રહ્યો છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.