સુરત એરપોર્ટ પર ફ્લાઇટ પકડવા પહોંચેલા પેસેન્જર્સની હાલત કેવી થઇ,વાંચો

અચાનક ફ્લાઇટ કેન્સલ થતા પેસેન્જર્સ એરપોર્ટ પર જ ધરણાં પર બેસી ગયા
By: Monika Vyas   PUBLISHED: Fri, 12 Jan 2018 16:44:17 +0530 | UPDATED: Sat, 13 Jan 2018 13:54:58 +0530

સુરત 

સુરતના ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર સ્પાઇસ જેટની ફ્લાઇટ રદ થતાં મુસાફરો એરપોર્ટ પર જ ધરણાં પર બેસી ગયા હતા. સ્પાઈસ જેટની સુરતથી દિલ્હી જતી ફ્લાઈટ્સ અચાનક બંધ કરી દેવામાં આવતા પેસેન્જર એરપોર્ટના પરિસરમાં ઉપવાસ પર ઉતરી ગયા હતા.

સ્પાઇસ જેટમાં ત્રણ મહિના પહેલાં સુરતથી દિલ્હીનું બુકીંગ કરાવનાર રાકેશ રાય નામના મુસાફર કહે છે કે મેં ત્રણ મહિના પહેલાં જ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું,પરંતું ફ્લાઇટ કેન્સલ થવા વિશે મને કોઇ જાણકારી આપવામાં આવી નહોતી.મુસાફરીના દિવસે હું એરપોર્ટ પર આવ્યો ત્યારે મને જાણ કરવામાં આવી હતી કે સ્પાઇસ જેટની ફ્લાઇટ તો 20 દિવસથી બંધ કરવામાં આવી છે.આ ફ્લાઇટ રદ થવા વિશે મને કોઇ જાણ કરવામાં આવી નથી.અહીં એરપોર્ટ પર પણ કોઇ માહીતી આપતું નથી.

ફ્લાઇટ રદ થવા પર મુસાફરોને સંતોષકારક જવાબ ના મળતાં તેઓ એરપોર્ટ પર જ ધરણાં પર બેસી ગયા હતા.પેસેન્જરોએ હાથમાં બોર્ડ લઇને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા.

જો કે સ્પાઈસ જેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત દિલ્હીની ફ્લાઈટ અમુક દિવસો માટે કેન્સલ કરી હોવાનું અગાઉ તેમણે જણાવી દીધું હતું. પરંતુ આ પેસેન્જરના ધ્યાનમાં આવ્યું નહી હોય. 

 

 

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.