દેશના ઇતિહાસમાં પહેલીવાર સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસે મીડીયા સામે બળાપો કાઢ્યો,કહ્યું:સુપ્રિમ કોર્ટમાં બધુ ઠીક નથી ચાલતું.

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસે મીડીયાને સંબોધન કર્યું હતું
By: Monika Vyas   PUBLISHED: Fri, 12 Jan 2018 14:22:38 +0530 | UPDATED: Sat, 13 Jan 2018 13:54:42 +0530


દિલ્હી 

દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે સુપ્રીમકોર્ટના જજો મીડિયા સામે આવ્યાં હોય અને તેમણે મીડિયા સાથે વાતચીત કરીને કોર્ટના આંતરિક વિખવાદો ઉઠાવ્યા હોય. દેશમાં પહેલીવાર બની રહ્યું છે કે જયારે સુપ્રીમ કોર્ટના ચાર જસ્ટીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.શુક્રવારે કરેલી આ પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ મદન અને જસ્ટિસ કુરિયન જોસેફ શામિલ હતાં. 

 

મીડીયા સામે બોલતા જસ્ટીસે કહ્યું કે સુપ્રિમ કોર્ટમાં બધુ ઠીક નથી ચાલતું.દેશમાં કોર્ટ જેની ઇન્સ્ટીટ્યુટ યોગ્ય રીતે નહીં ચાલે તો લોકશાહીને બચાવી નહીં શકાય.

 

ચીફ જસ્ટીસ પછી બીજા સીનીયર જજ જસ્ટીસ ચેલમેશ્વરએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બે મહિના પહેલાં અમે ચાર જજોએ ચીફ જસ્ટીસને પત્ર લખીને મુલાકાત લીધી હતી.અમે ચીફ જસ્ટીસને કહ્યું કે જે કાંઇ થઇ રહ્યું છે તે યોગ્ય નથી.સુપ્રિમ કોર્ટનું વહીવટીતંત્ર યોગ્ય રીતે નથી ચાલતું.જો કે અમે ચીફ જસ્ટીસને સમજાવવામાં નિષ્ફળ રહ્યાં એટલે અમે રાષ્ટ્ર સમક્ષ અમારી વાત મુકી છે.

 

સુપ્રિમ કોર્ટમાં એક કેસની સોંપણી અને આદેશને લઇને આખો મામલો સામે આવ્યો હતો.જજોએ ચીફ જસ્ટીસને જે પત્ર લખ્યો છે તેમાં કેસોને સોંપણીને લઇને સવાલો ઉભા કરવામાં આવ્યા છે.જજોએ આમ તો એ બાબતે ફોડ ન પાડ્યો કે તેઓ ચોક્કસ રીતે ક્યા મુદ્દે વાત કરી રહ્યા છે.જો કે મીડીયાએ વારંવાર પુછ્યું કે આ મામલો સીબીઆઇના જસ્ટીસ લોયાની મોત અંગેનો છે તો જસ્ટીસ કુરિયને કહ્યુ 'હા'

Read

સોરાબુદીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર જસ્ટીસ લોયાનું ભેદી મોત ગંભીર મામલો છે:સુપ્રિમ કોર્ટ

એવું માનવામાં આવે છે કે સીબીઆઇના જસ્ટીસ બી એમ લોયાના ભેદી મોતના કેસની સુનવણી સીનીયર ગણાતા આ ચાર જસ્ટીસના બદલે 10 નંબરની કોર્ટના જસ્ટીસ અરૂણ મિશ્રાને સોંપાતા આ જજો નારાજ થયા હતા. એ સિવાય મેડીકલ કોલેજોના એડમીશનના કૌભાંડ જેવા ગંભીર કેસની સુનવણી પણ 7 નંબરની કોર્ટમાં સોંપવા અંગે પણ આ સીનીયર જજો નારાજ થયા છે.

મીડિયાના ઘણીવાર પૂછવા બાદ જસ્ટિસ ચેલામેશ્વર અને જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું કે, ‘અમે ચીફ જસ્ટીસને લખેલો પત્ર સાર્વજનિક કરીશું જેનાથી સમગ્ર મામલો તમારી સામે સ્પષ્ટ થઈ જશે.જસ્ટિસ ચેલામેશ્વરે વધુમાં કહ્યું કે, ‘અમે નથી ઇચ્છતા કે ભવિષ્યમાં કોઈ અમને કહે કે અમે અમારી આત્મા વેચી નાખી હતી. આ માટે અમે મીડિયા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો છે.

 ચાર જજોએ મીડીયા સાથે વાત કર્યા પછી દેશમાં ભુકંપ આવ્યો હતો.વડાપ્રધાન પીએમ મોદી કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ સાથે વાત કરી હતી.

જો કે આ ચાર જજોએ મીડીયા સામે બળાપો કાઢ્યા પછી ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રાએ પણ મીડીયાને સંબોધવાનું નક્કી કર્યું છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.