સચિવાલયના દરવાજામાં હવે દીપડા જેવા પ્રાણીઓ નહીં ઘુસી શકે,અહીં જાણો કારણ

ગાંધીનગરના સચિવાલયના દરવાજામાં અણીદાર ભાલા જેવું ફ્રેમીંગ કરાયું
By: Monika Vyas   PUBLISHED: Tue, 06 Nov 2018 18:15:53 +0530 | UPDATED: Mon, 12 Nov 2018 16:16:43 +0530


ગાંધીનગર

ગાંધીનગરના સચિવાલયના ગેટ નંબર 7માંથી દીપડો ઘુસી જવાની ઘટના બાદ દરવાજાઓની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.ગાંધીનગરના સચિવાલયમાં રવિવારે મોડી રાતે દીપડો ઘુસી જવાની ઘટના બાદ તંત્ર દ્વારા સચિવાલયના તમામ ગેટ ઉપરના લોખંડી જાળી નીચે અણીદાર ભાલા જેવું ફ્રેમીંગ કરી દેવામાં આવ્યું છે.ગેઇટની નીચેની બાજુએ આવું અણીદાર ફ્રેમીંગ કરાયું હોવાથી હવે તેની નીચેથી કોઇ પ્રાણી ઘુસી શકે તેમ નથી.

રવિવારે મોડી રાતે દીપડો સચિવાલયના ગેટની નીચેના ભાગમાંથી ઘુસ્યો હતો અને તેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા.દીપડો લોખંડના દરવાજાની નીચેની બાજુએથી સરકીને અંદર આવ્યો હતો.


સચિવાલયમાં દીપડો ઘુસ્યા પછી રાજય સરકારના સુરક્ષાતંત્ર પર સવાલો ઉભા થયા હતા.દીપડા જેવા પ્રાણીઓ ફરી ઘુસે નહી તે ધ્યાનમાં રાખીને સચિવાલયના તમામ ૮ ગેટ ઉપર નીચેની તરફ લોખંડી ભાલા જેવું ફ્રેમિંગ કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ વન્યપ્રાણી સચિવાલયમાં ઘૂસી શકે નહીં. મનાઈ રહયું છે કે અંદાજિત ૪ કિ.મીના ઘેરાવામાં આવેલાં સચિવાલય કેમ્પસ ફરતે મોટાભાગની તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડી દેવામા આવ્યા છે. પરંતુ નવા સચિવાલય કેમ્પસ માં પાકિૅંગ સ્થળ ઉપરાંત જયા વધુ પડતું ઝાડીરુઝાંખરા છે ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાડવા ની દિશામાં તંત્ર વિચારી રહયું હોવાનો અહેવાલ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.