લોખંડી સુરક્ષા વચ્ચે મોદી-અબેનું અમદાવાદમાં આગમન,શહેરના કયા રસ્તાઓ ડાયવર્ટ થશે,જાણો

બંને દેશોના વડાપ્રધાનની મુલાકાતને લઇને અમદાવાદમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી.
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Sep 2017 10:49:15 +0530 | UPDATED: Thu, 14 Sep 2017 21:32:35 +0530


અમદાવાદ

અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબેની મુલાકાતને લઇને ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.મંગળવારે બંને પીએમ જે રૂટ પરથી પસાર થવાના છે તે સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું જેના કારણે શહેરના અનેક રસ્તાઓ 10 મિનિટથી લઈને 30 મિનિટ સુધી બંધ કરવામાં આવ્યા હતા અને તેથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.રિહર્સલમાં બંને વડાપ્રધાનોની બીએમડબ્લ્યૂ ગાડીઓ સાથે પોલીસના વાહનો, ફાયર બ્રિગેડ, બીડીડીએસ, ડોગ સ્ક્વોડ, એમ્બુલન્સ સહિતના 250 વાહનોનો સમાવેશ થયો હતો.

બંને મહાનુભુવોની મુલાકાતને લઇને અમદાવાદમાં 10 હજાર જેટલા સુરક્ષાકર્મીઓને ખડેપગે રાખવામાં આવ્યાં છે.અમદાવાદાના અનેક રૂટ બદલવામાં આવ્યાં છે અને કેટલાંક માર્ગ બંધ કરવામાં આવ્યાં છે.પીએમ મોદી અને વડાપ્રધાન અબે શહેરમાં રોડ-શો કરશે એ દરમિયાન હજારો લોકો હાજર રહેવાના હોવાને કારણે ભારે સુરક્ષા ગોઠવવામાં આવી રહી છે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહના કહેવા પ્રમાણે બંને વડાપ્રધાનની મુલાકાતને લઇને સુરક્ષા વ્યવસ્થા માટે આઇજી લેવલના અધિકારીઓ નીચે  6 જેટલા એસપી મુકવામાં આવ્યાં છે.ગાંધીનગરની આજુબાજુ 35 જેટલાં ડેપ્યુટી એસપી,70 પોલિસ ઇન્સપેક્ટર અને 150 જેટલાં સબ ઇન્સપેક્ટર ગોઠવવામાં આવ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બપોરે લગભગ 3.00 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યારે જાપાનના વડાપ્રધાનનું લગભગ 3.30 વાગે એરપોર્ટ પર આગમન થશે. બન્ને મહાનુભાવોના આગમનને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક બનાવી દેવાઈ છે. એરપોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ બપોરે 1 વાગ્યાથી બંધ કરી દેવાતા ફ્લાઈટ પકડવા આવતા જતા પેસેન્જરોને પણ ડાયવર્ટ રૂટ પરથી પસાર થવું પડશે. એજરીતે બન્ને નેતાઓનો એરપોર્ટથી રોડ શો હોવાના કારણે તેઓ જ્યાં સુધી ત્યાંથી બહાર નીકળે નહીં ત્યાં સુધી તેમનો રૂટ લોકો માટે બંધ કરી દેવાશે.

પીએમ મોદી અને વડાપ્રધાન અબે અમદાવાદના વસ્ત્રાપુર, આશ્રમ રોડ, દિલ્હી દરવાજા, સાબરમતી આશ્રમ સહિતની મુલાકાત લેવાના છે. ત્યારે તમામ વિસ્તારોમાં શહેરીજનોને પ્રવેશવા માટે પાબંદી લાદી દેવામાં આવશે. માત્ર એમ્બ્યુલન્સ અને સરકારી વાહનો વિસ્તારમાં આવ-જા કરી શકશે.શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સ્થિત હોટલ હયાતની આજુબાજુમાં આવેલા લારી-ગલ્લા અને દુકાનો-શોપ પણ બંધ કરવામાં આવ્યાં છે.

આ રસ્તાઓ બંધ કરાયાં...ડાયવર્ટ કરાયાં...

દેશના વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાનનું બુધવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન થવાનું છે. અમદાવાદમાં બપોરે એક વાગ્યાથી રાત્રે ચોક્કસ સમય સુધી પાંચ રસ્તા બંધ રહેશે. રોડ શો અને વીવીઆઇપીની મુવમેન્ટને લઇને શહેરના પાંચ રસ્તા બંધ કરાયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા પાંચ રસ્તા બંધ કરી તેમની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી સામાન્ય લોકોને આવન જાવનમાં મુશ્કેલી ઉભી ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નીચેના રુટ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે.

એરપોર્ટ જવા માટે શાહીબાગથી ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો બન્ને તરફના રોડનો ઊપયોગ કરી શકાશે નહી. આ માટે પશ્ચિમ વિસ્તારમાંથી એરપોર્ટ જવા માટે એસ.જી.હાઈવેથી વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલથી તપોવન સર્કલથી એપોલો સર્કલ સુધીના એસ.પી.રિંગરોડનો ઊપયોગ કરી ઈન્દિરાબ્રિજ સર્કલ થઈ હાંસોલ થઈ એરપોર્ટ રોડનો ઊપયોગ કરી શકાશે.

 કોટ વિસ્તાર તથા પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ જવા માટે દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી શાહીબાગ ઓવરબ્રિજ( શ્રી મહાપ્રજ્ઞાજી ઓવરબ્રિજ) થઈ ઘેવર સર્કલથી મેઘાણીનગર, મેમ્કો ચાર રસ્તા, નરોડા પાટીયાથી ગેલેક્ષી અંડરબ્રિજ થઈ ઈન્દિરાબ્રિજ સર્કલ થઈ એરપોર્ટ રોડનો ઊપયોગ કરી શકાશે. નાના ચિલોડાથી નોબલનગર ટી થઈ ઈન્દિરા સર્કલ થઈ હોંસોલ થઈ એરપોર્ટ રોડનો ઊપયોગ કરી શકાશે.

કાલુપુર સર્કલથી મેમ્કો ચાર રસ્તાથી નરોડા પાટીયાથી ગેલેક્ષી અંડરબ્રિજ થઈ ઈન્દિરાબ્રજ સર્કલ થઈ હાંસોલ થઈ એરપોર્ટ રોડનો ઊપયોગ કરી શકાશે. ડફનાળાથી રિવરફ્રન્ટ રોડ, રિવરફ્રન્ટ પિકનીક હાઊસ, શિલાલેખ ચાર રસ્તા. સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમથી ચંદ્રભાગાબ્રિજ સુધીનો બન્ને તરફના રોડનો ઊપયોગ કરી શકાશે નહી. આ માટે દિલ્હી દરવાજાથી સાબરમતી તરફ જવા માટે દિલ્હી દરવાજાથી દૂધેશ્વર રોડ થઈ દધિચીબ્રિજ થઈ વાડજ થઈ પલક ટી થઈ પ્રબોધ રાવળ સર્કલ થઈ ચિમનભાઈ પટેલ ઓવરબ્રિજ થઈ સાબરમતીબ્રિજ જઈ શકાશે. દિલ્હી ચકલાથી ત્રણ ખૂણીયા બગીચાથી મિરઝાપુર રોડ થઈ વિજળી ઘર ચાર રસ્તા સુધીનો બન્ને તરફના રોડનો ઊપયોગ કરી શકાશે નહી.

વૈકલ્પિક રૃટ તરીકે દિલ્હી ચકલાથી પિત્તળીયા બંબા થઈ ઘી.કાંટા રોડનો ઊપયોગ કરી શકાશે. દિલ્હી ચકલાથી જોર્ડન રોડ, પ્રેમદરવાજા થઈ કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જતા રોડનો ઊપયોગ કરી શકાશે. જીલ્લા પંચાયત લાલદરવાજાથી જીજાબાઈ ચોક થઈ રૃપાલી સિનેમા કટ સુધીનો બન્ને તરફના રોડનો ઊપયોગ કરી શકાશે નહી. વૈકલ્પિક રૃટ તરીકે વિક્યોરિયા ગાર્ડનથી ખમાસા ચાર રસ્તા થઈ ત્રણ દરવાજા-ગાંધી રોડ તરફ જતા રોડનો ઊપયોગ કરી શકાશે. વિક્ટોરિયા ગાર્ડન થઈ રિવરફ્રન્ટ રોડનો ઊપયોગ કરવો.નહેરૃબ્રિજના પશ્ચિમ છેડેથી રૃપાલી સિનેમા તરફ સુધીનો બન્ને તરફના રોડનો ઊપયોગ કરી શકાશે નહી. વૈકલ્પિક રૃટ તરીકે નહેરૃબ્રિજ ચાર રસ્તાથી ટાઊનહોલ ચાર રસ્તા થઈ એલિસબ્રિજ થઈ રાયખડ તરફ જતા રોડનો ઊપયોગ કરી શકાશે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.