ઇડીએ મની લોન્ડરીંગ કેસમાં સતત ત્રીજા દિવસે પણ રોબર્ટ વાડ્રાની પુછપરછ કરી

શનિવારે રોબર્ટ વાડ્રા ઇડીની ઓફિસમાં પહોંચ્યા હતા.
By: Monika Vyas   PUBLISHED: Sat, 09 Feb 2019 13:29:01 +0530 | UPDATED: Tue, 12 Feb 2019 17:16:51 +0530

દિલ્હી

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાની પુછપરછ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્રારા  શનિવારે ત્રીજા દિવસે પણ જારી રહી છે. ત્રીજા રાઉન્ડની પુછપરછમાં હિસ્સો લેવા માટે સવારમાં રોબર્ટ વાઢેરા ઇડીની ઓફિસમાં પહોંચી ગયા હતા. ત્યારબાદથી પુછપરછ શરૂ થઇ રહી હતી. આજે દિવસ દરમિયાન પુછપરછ ચાલુ રહે તેવી શક્યતા છે.

રોબર્ટ વાડ્રા દ્રારા  ત્રીજા રાઉન્ડની પુછપરછ માટે જવાબ આપવા  મધ્ય દિલ્હીના જામનગર હાઉસમાં ઇડી ઓફિસમાં પહોંચ્યા હતા. તેમની વકીલોની ટીમ એક કલાક પહેલા પહોંચી હતી.

 રોબર્ટ વાડ્રા પાસેથી ઇડીએ તેમની લંડનની પ્રોપર્ટી અંગેની વિગત માંગી છે. સાથે સાથે સંજય ભંડારી નામના કારોબારી સાથે તેમના સંબંધની વિગત પણ માંગવામાં આવી છે.

ઇડીએ કહ્યું છે કે, લંડન સ્થિત ફ્લેટને ફરાર ડિફેન્સ ડીલર સંજય ભંડારીએ ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયામાં ખરીદી લીધું હતું. ત્યારબાદ આ ફ્લેટને રિપેર કરવાની કામગીરી માટે તેના પર ૬૫,૯૦૦ પાઉન્ડની રકમ વધારાની ખર્ચ કરવામાં આવી હતી છતાં ભંડારીએ ૨૦૧૦માં આજ કિંમત ઉપર તેનું વેચાણ રોબર્ટ વાડ્રાના અંકુશવાળી કંપનીને કરી દીધું હતું. સંજય ભંડારીની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ૨૦૧૬માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

રોબર્ટ વાડ્રાના જીકના સાથી સુનિલ અરોડાની સામે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.આ મામલામાં અરોડાને કોર્ટે ૧૬મી ફેબ્રુઆરી સુધી ધરપકડથી રાહત આપી દીધી છે. આ મામલો પણ લંડનના બાર બ્રાઇન સ્કેવર સ્થિત ૧૭ કરોડ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદી સાથે સંબંધિત મની લોન્ડરિંગનો કેસ છે.

 ત્રીજા રાઉન્ડમાં રોબર્ટની પુછપરછ શરૂ કરવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઇ છે.

આ અગાઉ સાતમી અને આઠમી ફેબ્રુઆરીએ પણ રોબર્ટ વાડ્રાની ઇડીએ 11 કલાક સુધી પુછપરછ કરી હતી. ઇડીના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી રહ્યાં છે. આ ટીમનું નેતૃત્ત્વ ડેપ્યુટી ડાયરેક્ટર રાજીવ શર્મા કરી રહ્યાં છે.

જો કે સુત્રોના કહેવા મુજબ રોબર્ટ વાડ્રાએ વિદેશમાં ખરીદાયેલી સંપત્તિ પોતાની હોવાનો સતત ઇનકાર કર્યો હતો.

આ કેસમાં ઇડી તેમની ધરપકડ ના કરે તે માટે વાડ્રાએ દિલ્હીની હાઇકોર્ટમાં અરજી કરી હતી.દિલ્હીની કોર્ટે 16 ફેબ્રુઆરી સુધી તેમની ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.