રાહુલનો 9મો સવાલ: ખેતી પર ગબ્બરસિંહનો પ્રહાર,અન્નદાતાને કર્યો બેકાર,મોદી આપો જવાબ

રાહુલ ગાંધીએ ખેડુતોના સવાલો પર પીએમ મોદીને સવાલો પુછ્યા
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 11:00:43 +0530 | UPDATED: Fri, 08 Dec 2017 21:53:30 +0530

નવી દિલ્હી

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે એકમાત્ર દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પુછવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. આજે સવારે રાહુલે પોતાનો ૯મો પ્રશ્ન પુછ્યો હતો જેમાં ખેડૂતોને લોન માફી, પાકના ટેકાના ભાવ અને પાક વીમા રકમને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

રાહુલે ટ્વીટર પર શેર કરેલ પ્રશ્નમાં પુછ્યું છે કે ન આપી લોન માફી, ન આપ્યા પોષણક્ષમ ભાવ, મળી નહીં પાક વીમાની રકમ, ટ્યુબવેલની પણ ન થઈ વ્યવસ્થા, ખેતી પર પણ હવે ગબ્બરસિંહનો માર, જમીન છીનવી, અન્નદાતાને કર્યો બેકાર...વડાપ્રધાન સાહેબ જણાવો ખેડૂતો સાથે કેમ આટલો અન્યાય?

રાહુલના આ પ્રશ્ન પુછાયા બાદ નવી રણનીતિ મુજબ હવે ગુજરાત કોંગ્રેસ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સમક્ષ આ પ્રશ્નને દોહરાવશે. મહત્વનું છે કે રાહુલ ગાંધી આ પહેલા વડાપ્રધાન મોદીને ૮ પ્રશ્ન પુછી ચૂક્યા છે, જો કે હજુ સુધી એ કપણ પ્રશ્નનો જવાબ વડાપ્રધાન કે ભાજપ તરફથી આપવામાં આવ્યો નથી.

આ પહેલા બુધવારે રાહુલ ગાંધીએ પોતાના ૮માં પ્રશ્નમાં ગુજરાતમાં કુપોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતમાં ૩૯ ટકા બાળકો કુપોષણનો શિકાર છે. દર હજારે ૩૩ નવજાત બાળકોને પુરતી સારવાર ઉપલબ્ધ થતી નથી. પોતાના મિત્રોને ૯૯ વર્ષ માટે સરકારી હોસ્પિટલ આપી દીધી છે. તો લોકોના સ્વાસ્થ્યનુ શું થશે? રાહુલ આ પહેલા મોંઘવારી, ફિક્સ પે, મહિલા સુરક્ષા, શિક્ષણનુ વેપારીકરણ, વીજળી ખરીદી, બેરોજગારી સહિતના મુદ્દે પ્રશ્ન પુછી ચુક્યા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.