પ્રિયા પ્રકાશને કરણ જોહરે કરી ઓફર?કામણગારી નયનોવાળી નજરે પડશે આ ફિલ્મમાં

પ્રિયા પ્રકાશનો આંખ મારતો વીડીયો વાઇરલ થયો હતો
By: Monika Vyas   PUBLISHED: Mon, 12 Mar 2018 11:28:33 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 12:24:50 +0530


મુંબઈ

પોતાના કામણગારા નયનોને કારણે રાતોરાત દેશભરમાં ફેમસ થઈ ચુકેલ પ્રિયા પ્રકાશ વોરીયર હવે બોલીવુડમાં પોતાનુ ડેબ્યુ કરવા જઈ રહી છે. પ્રિયાનો આંખ મારતો વીડિયો ફિલ્મ ઓરુ અડાર લવ  ફિલ્મનો હતો, જે ફિલ્મથી તે દક્ષિણ ભારતની ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પ્રિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બોલીવુડના જાણીતા ડાયરેક્ટરો પણ પ્રિયાનો સંપર્ક કરવા લાગ્યા હતા.

એક એવી વાત પણ ઉડી છે કે પ્રિયાને કરણ જોહર અને રોહિત શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મ સિમ્બા માટે ઓફર કરી છે.જો કે પ્રિયા તરફથી હજુ સુધી કોઇ અધિકૃત જાણકારી સામે નથી આવી રહી પરંતું કેટલાંક મીડીયામાં આવેલા અહેવાલ પ્રમાણે તે કરણ જાહર અને રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં નજરે પડશે. આ ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જાહર છે. જ્યારે ડાયરેક્શન રોહિત શેટ્ટીનુ છે.

સુત્રો એમ પણ કહે છે કે કરણ જોહર ફિલ્મમાં પ્રિયા પ્રકાશને લીડ અભિનેત્રીનો રોલ આપવા માંગતા હતા. જો કે તે શક્ય બન્યુ નથી. ફિલ્મ નિર્માતાના સુત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં પ્રિયા પ્રકાશનો રોલ ખૂબ જ નાનો છે. જો કે આ ફિલ્મમાં તેની હાજરી ખૂબ  જ સુચક માનવામાં આવી રહી છે. કારણકે અત્યાર સુધી પ્રિયાની એકપણ ફિલ્મ રીલીઝ થઈ નથી. ત્યારે રાતોરાત સમગ્ર દેશમાં જાણીતી બનેલ આ અભિનેત્રીને ફિલ્મી પડદે જાવા માટે દર્શકો પણ આતુર છે. મહત્વનુ છે કે, સિમ્બા ફિલ્મ દક્ષિણ ભારતની ટેમ્પર ફિલ્મની રીમેક છે. ટેમ્પર ફિલ્મમાં જુનિયર એનટીઆર અને કાજલ અગ્રવાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.