મોદી-અબેનો સાબરમતી રિવરફ્ન્ટ પર ખુલ્લી જીપમાં રોડ-શો,photos

પીએમ મોદી અને પીએમ અબેનો 8 કિલોમીટર લાંબો રોડ-શો યોજાયો
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Sep 2017 17:36:17 +0530 | UPDATED: Thu, 14 Sep 2017 21:31:41 +0530

અમદાવાદ 

અમદાવાદ આવી પહોંચેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે અને ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ સુધી ઓપન જીપમાં રોડ શો કર્યો હતો. 

એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી આઠ કિલોમીટરનો તેમનો રોડ શો શરૂ થયો હતો. અહીં રોડ શો દરમિયાન માર્ગો પર વિવિધ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. રસ્તાની બંને બાજુ એકઠા થયેલાં હજારો લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા બંને મહાનુભવો સાબરમતી આશ્રમ સ્થિત ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. રોડ શોમાં જાપાની ધ્વજ અને તિરંગા સાથે સ્કૂલના બાળકો બંને વડાપ્રધાનોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. રસ્તાની બંને બાજુ અનેક લોકો જાપાનના ફરકાવીને વિદેશી મહાનુભવનું સ્વાગત કર્યું હતું. 

રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ ગુજરાતના પંરપરાગત ગરબા-રાસ કે ટીપણી જેવા નૃત્યો રજુ કરવામાં આવ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.