VIDEO: કોહલીની ચેલેન્જ સ્વીકારી પીએમ મોદીએ મોર્નિંગ એક્સરસાઇઝ કરતી વીડીયો ક્લીપ મુકી,જુઓ કોને આપી ફીટનેસ ચેલેન્જ

પીએમ મોદીએ મોર્નિંગ એક્સરસાઇઝ કરતી વીડીયો ક્લીપ સોશિયલ મીડીયામાં શેર કરી
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Jun 2018 11:20:46 +0530 | UPDATED: Thu, 14 Jun 2018 16:26:58 +0530

દિલ્હી

આખરે અપેક્ષિત રીતે સુચના અને માહિતી મંત્રી રાજ્યવર્ધન રાઠોરે શરૂ કરેલી ફીટનેસ ચેલેન્જનો પીએમ નરેન્દ્ર મોદીએ સ્વીકાર કરીને મોર્નિંગ એક્સરસાઇઝ કરતો વીડીયો સોશિયલ મીડીયા પર મુક્યો છે.ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરીને ફીટનેસ ચેલેન્જ આપી હતી.બુધવારે સવારે પીએમ મોદીએ મોર્નિંગ એક્સરસાઇઝ કરતી વીડીયો ક્લીપ મુકીને આશ્ચર્યજનક રીતે હવે આ ચેલેન્જ કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી તથા કોમનવેલ્થ ગોલ્ડ મેડાલીસ્ટ મનિકા બત્રાને આપી છે.

આ વીડીયો ક્લીપમાં 66 વર્ષના વડાપ્રધાનની ફીટનેસનું રહસ્ય સામે આવ્યું છે.વહેલી સવારે બ્લેક કલરના ટ્રેક શુટમાં પીએમ બગીચાની લોન પર ઉંધા ચત્તા ચાલતા જોવા મળી રહ્યાં છે.એટલું જ નહીં એ પછી પછી પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશ  જેવા કુદરતી તત્વોને ધ્યાનમાં રાખીને પીએમ મોદી પાણીમાં અને મારબલના સ્ટોન પર પણ ઉઘાડા પગે ચાલતાં જોવા મળે છે.પીએમ મોદી હાથમાં લાકડી લઇને ગાર્ડનની વચ્ચે આવેલી પાળી પર રાઉન્ડ લેતા જોવા મળે છે.

મોર્નિંગ એક્સરસાઇઝમાં પીએમ મોદી સ્ટ્રેચ અને યોગા-પ્રાણાયમની સાથે સાથે શ્વાસોચ્છવાસની કસરત કરતાં પણ જોવા મળે છે.

ફીટનેસની આ વીડીયો ક્લીપ ટ્વીટર અને ફેસબુક જેવા સોશિયલ મીડીયામાં મુક્યાં પછી પીએમ મોદીએ ટ્વીટ કરતાં જણાવ્યું કે આ મારી મોર્નિંગ એક્સરસાઇઝ છે.યોગા સિવાય હું પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ,આકાશ જેવા કુદરતના 5 તત્વોની પ્રેરણા લઇને ટ્રેક પર ચાલું છું.આ (કસરત) તાજગી આપનારી અને કાયાકલ્પ કરનારી છે.હું શ્વાસોચ્છવાસની પણ પ્રેક્ટીસ કરૂ છું.

પીએમ મોદીએ દેશના આઇપીએસ ઓફિસરો ખાસ કરીને 40 વર્ષથી ઉપરના અધિકારીઓને પણ ફીટનેસ ચેલેન્જ આપી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.