ત્રિપલ તલાક મામલા હવે હું ચુપ નહીં રહું :પીએમ મોદી

પીએમ મોદીએ ધંધુકામાં જાહેરસભા સંબોધી હતી
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 13:50:20 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 17:02:52 +0530


ધંધુંકા

ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવેલાં પીએમ નરેન્દ્ર મોદીએ ધંધુકામાં જાહેરસભા સંબોધતા રામમંદિર અને ત્રિપલ તલાક જેવા ધાર્મિક ઇસ્યુ ખોલ્યા હતા.ત્રિપલ તલાક પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે હું ત્રિપલ તલાક મામલે હવે ચુપ નહીં રહું.આ મામલો મહિલાઓના હક્કનો છે. માનવતા પહેલા છે, ચૂંટણીઓ તો આવતી જતી રહેશે.

અયોધ્યા રામ મંદિરના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે મુસ્લીમ કોમ માટે કપિલ સિબ્બલ ભલે લડાઇ આપે પરંતું તે એવું કેવી રીતે કહી શકે છે કે આવનાર ચૂંટણી સુધી આ મામલે કોઇ ઉકેલ શોધી નહીં શકાય.લોકસભાની ચૂંટણીઓ સાથે આ મામલાનું શું કનેક્શન છે?

ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ પર પીએમ મોદીએ કહ્યું કે હવે કોઈ નહીં કહે કે દીકરીને બંદૂકે દેજો પણે ધંધુકે ન દેજો કેમ કે મા નર્મદાનું પાણી રાણપુરના ચેકડેમમાં આવી રહ્યું છે.હવે એવા સમાચાર પણ આવે છે કે કુવાઓ ઉભરાઇ રહ્યાં છે. આખા ગુજરાતમાં અમે પાણી માટે સંકલ્પ કર્યો છે.આજે 100માંથી 80 ઘર એવા છે જ્યાં નળથી પાણી પહોંચાડવામાં અમે સફળ થયા છીએ.પહેલા ટેન્કરોથી અને કુવામાંથી પાણી ભરવામાં લોકોને ખુબ તકલીફ પડતી હતી.અમે લોકોએ ટેન્કર નામે ભ્રષ્ટાચાર ચાલતો તેને કાઢી નાંખ્યો, અને ટેન્કર પણ પાછા કોંગ્રેસના નેતાના સગા વ્હાલાના હોય પાણી વેચીને કરોડપતિ થયેલા લોકો તમારી આંખ સામે છે.

પીએમએ કહ્યું કે ધોલેરા પંથકમાં, દીકરી પરણાવવી હોય તો શાહુકાર પાસે રૂપિયા માંગવા પડતા.શાહુકારો જમીન લખાવીને વ્યાજે રૂપિયા આપતા.પરંતુ અમે ધોલેરાને સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન બનાવ્યો.હવે આખા ગુજરાતનો સૌથી સમૃધ્ધ, જહોજલાલી ધોલેરામાં જોવા મળશે.ધોલેરા દુનિયાનું સૌથી જુનુ બંદર છે.અહીં વહાણવટાનું મ્યુઝીયમ બનાવવું મારૂ સ્વપ્ન છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે આ લોકોને વિકાસમાં રસ નથી.ઘરે ચાર બંગડીવાળી ગાડી હોય પણ સુખ શાંતી ન હોય તો તમે શું કરશો.અમે લોકોએ લોકોને સલામતી આપવાનું ખુબ મોટુ કાર્ય કર્યું છે.કરફ્યુ ગયો, દિકરીને બંધુકે દેવાની વાતો ગઈ અને શાંતી તેમજ સલામતીની સ્થાપના થઈ છે.હું મુખ્યપ્રધાન બન્યો ત્યારે લોકો આવતા અને કહેતા કે વિજળી લંગડી છે પરંતુ આજે લંગડી વિજળી શબ્દ ગયો છે.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.