સુરત:ભાજપના કાર્યક્રમનો પાટીદારોએ ભારે વિરોધ કર્યો,પોલિસે કર્યો લાઠીચાર્જ,અટકાયત કરેલાં પાસના કાર્યકરોને મુક્ત કરાયા

સુરતમાં ભાજપના વિજય ટંકાર કાર્યક્રમનો પાટીદારોએ ભારે વિરોધ કર્યો હતો
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Sep 2017 12:47:02 +0530 | UPDATED: Wed, 13 Sep 2017 12:47:02 +0530

સુરત

સુરતમાં મંગળવારે ભાજપના વિજય ટંકાર સંમેલનમાં પાટીદારોએ ભારે વિરોધ કર્યો હતો અને બીઆરટીએસની બસને સળગાવી હતી.ભાજપના કાર્યક્રમનો વિરોધ કરતાં પાટીદારો પર પોલિસે લાઠીચાર્જ કર્યો હતો.ભાજપના કાર્યક્રમનો વિરોધ કરી રહેલાં પાટીદારોની પોલિસે અટકાયત કરી હતી.જો કે સુરતમાં મંગળવારે રાત્રે થયેલ બબાલ બાદ આખરે પોલીસે નમતુ વલણ જોખીને અટકાયત કરાયેલ તમામ પાસ કન્વીનરોને રાત્રે જ મુક્ત કરી દીધા હતા.

 સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યુ હતું કે અટકાયત કરાયેલ ૧૨ સહિત કુલ ૩૦ પાસ કન્વીનરોને રાત્રે જ મુક્ત કરી દેવાયા છે. જો કે તેમની સામે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે મુજબ અગાઉની કાર્યવાહી પણ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, સુરતના પાટીદાર બહુમતિ ધરાવતા વરાછા વિસ્તારમાં ભાજપની સભા નહીં કરવા દેવાની ચેતવણી આપવા છતાં ભાજપે હિરાબાગ ખાતે વિજય ટંકાર સંમેલનનુ આયોજન કર્યુ હતું.ભાજપના યુવા મોરચાના નેતા રૂત્વીજ પટેલની આ સભામાં પાસ કન્વીનરોએ કાર્યક્રમમાં ટામેટા ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસે ૧૨ જેટલા પાસ કાર્યકર્તાઓની અટકાયત કરતા મામલો બિચક્યો હતો અને જોતજાતામાં પાટીદારોના વિફરેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. આ ટોળાઓએ બીઆરટીએસ સ્ટેન્ડમાં તોડફોડ કરીને  બીઆરટીએસ બસ પણ સળગાવી દીધી હતી. તેમજ પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી. તેમજ પાટીદાર મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડીને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

જો કે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પાટીદારોની માંગ મુજબ અટકાયત કરાયેલ તમામ પાસ કાર્યકર્તાઓને મોડી રાત્રે જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.