LRD પેપર લીક સ્કેમ મુખ્ય આરોપી યશપાલની ધરપકડ,મોટા ખુલાસા થવાની શક્યતા

યશપાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી
By: Monika Vyas   PUBLISHED: Thu, 06 Dec 2018 12:21:07 +0530 | UPDATED: Thu, 06 Dec 2018 23:37:29 +0530


અમદાવાદ

લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કેસમાં પોલિસે આ સ્કેમના મુખ્ય આરોપી ગણાતા યશપાલ સોલંકી(ઠાકોર)ની ધરપકડ કરી છે.પોલિસે બુધવારે મોડી રાતે યશપાલ સોલંકીને મહિસાગરના વિરપુર પાસેથી પકડી લીધો હતો. મહીસાગર એસઓજીને માહિતી મળતાની સાથે જ યશપાલને પકડ્યો હતો.

યશપાલના પકડાયા પછી પેપર લીક સ્કેમમાં મોટા ખુલાસા થઇ શકે છે. યશપાલસિંહને ઝડપવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. મોબાઇલ ટાવર લોકેશનના આધારે મહિસાગર તરફ આરોપી હોવાનું ધ્યાને આવતા પોલીસે મોડી રાતે તેને ઝડપી લીધો હતો.

ગાંધીનગર સેક્ટર સાત પોલિસ સ્ટેશનમાં પેપર સ્કેમની જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં યશપાલને મુખ્ય આરોપી ગણાવ્યો છે.

યશપાલસિંહ જશવંતસિંહ સોલંકીએ પોતાની ઓળખ યશપાલસિંહ જશપાલસિંહ ઠાકોર તરીકે આપીને વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં નોકરી કરે છે. જો કે, તંત્રને જાણ કર્યા વિના જ ગઈ તા. 21મી સપ્ટેમ્બર-2018થી તે નોકરી પર આવ્યો જ નથી.

પર લીકકાંડમાં આરોપી તરીકે યશપાલસિંહ જશવંતસિંહ સોલંકીનુ નામ સપાટી પર આવ્યુ હતું અને તે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં નોકરી કરતો હોવાની વિગતો સામે આવી હતી. કોર્પોરેશનમાં યશપાલસિંહ સોલંકી નામનો કોઈ જ સેનેટરી ઈન્સ્પેક્ટર કે સફાઈ કામદાર નહીં હોવાનુ જણાઈ આવ્યુ હતું. જો કે, વારસીયા અર્બન હેલ્થ સેન્ટરમાં પબ્લિક હેલ્થ વર્કર તરીકે યશપાલસિંહ જશવંતસિંહ ઠાકોર (ઉવ.27) નામનો કર્મચારી નોકરી કરતો હોવાનુ બહાર આવ્યુ હતુ. 11 મહિનાના કરાર આધારિત પબ્લિક હેલ્થ વર્કર તરીકે ભરતી થતી વખતે યશપાલસિંહે બધા જ પુરાવા યશપાલસિંહ જશવંતસિંહ ઠાકોરના નામના આપેલા છે.

લોકરક્ષક દળનું જે પેપર લીક થયું તે લેવા માટે જે ઉમેદવારો દિલ્હી ગયા હતા તેમાં યશપાલ પણ હતો.યશપાલ પોતે પણ આ પરીક્ષાનો ઉમેદવાર હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે પેપર લીક સ્કેમના બીજા આરોપી મનહર પટેલને યશપાલ સિંહે આન્સર કી આપી હતી. મનહર પટેલ મારફતે જ ચેઇન આગળ ચાલી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે અજય ભાદુએ જણાવ્યું હતું કે, યશપાલસિંહ સોલંકી અંગે પોલીસ તરફથી અમને માહિતી મળશે, ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

3 રાજ્યોમાં થયેલાં વિજયનો લાભ કોંગ્રેસને જસદણની પેટાચૂંટણીમાં મળશે ?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.