દાહોદમાં પરીક્ષાની સાથે ઝેરોક્ષ મશીન પણ ચાલુ રહ્યું,પેપર લીક મામલે 3 સામે પોલિસ ફરિયાદ

દાહોદની એમ એન્ડ પી સ્કુલમાં આ ઝેરોક્ષ મશીન પર પ્રશ્ન પેપર કોપી થયું હોવાની શંકા
By: Monika Vyas   PUBLISHED: Tue, 13 Mar 2018 11:14:26 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 11:14:26 +0530

 દાહોદ 

હાલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે દાહોદની એક સ્કુલમાંથી પેપર ફુટ્યું થયું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.દાહોદની મોહંમદીયા એન્ડ પંજતનિયાહ હાઇસ્કુલમાં ધોરણ 10નું ગુજરાતી ભાષાનું પેપર ફુટી ગયું હોવાની માહીતી જીલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી.પેપર ફુટી જવા મામલે મામલતદારે સ્કુલમાં તપાસ કરતાં ઓફિસના જ રૂમમાં ધોરણ 10નું ગુજરાતીનું પેપર ફાટેલી હાલતમાં મળી આવ્યું હતું.એ સાથે ઝેરોક્ષ મશીનમાં પણ પ્રશ્નપેપરની કાપલીઓ મળી આવતા આ મામલે ત્રણ વ્યક્તિઓ સામે પોલિસ ફરિયાદ કરવામાં આવી છે.

દાહોદની એમ એન્ડ પી સ્કુલની ઓફિસમાંથી જ પ્રશ્નપેપર મળી આવતા પોલિસે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ કરી છે.

ઉલ્લેખનીય છે કે પરીક્ષાના નિયમો પ્રમાણે પરીક્ષાકેન્દ્રથી 3 કિલોમીટરની ત્રિજ્યામાં કોપીયર મશીન બંધ રાખવું પડે છે.દાહોદની એમ એન્ડ પી સ્કુલમાં મામલતદારે તપાસ કરી ત્યારે કોપીયર મશીન ચાલુ જોવા મળ્યું હતું.

પેપર ફુટવા બાબતે જીલ્લા શિક્ષણ અધિકારીએ પોલિસમાં ફરિયાદ આપી હતી. દાહોદ જિલ્લા શિક્ષણ અઘિકારી  બિપીનચંદ્ર.પી. નિનામા જણાવ્યું કે

પરીક્ષા શરૂ થયા બાદ અમને મેસેજ મળ્યા હતા એક રૂમમાં પરીક્ષાના પેપરમાં ગેરરીતિઓ થતી હતી.આ અંગે મામલતદારને જાણ કરતાં સ્કુલના એક રૂમમાંથી પરીક્ષાની સામગ્રી,મીની ઝેરોક્ષ મળી આવી હતી.પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે પ્રશ્નપેપરને કોપી કરીને બહાર મોકલવમાં આવ્યું હતું.આ અંગે પોલિસને જાણ કરવામાં આવી છે.

પોલિસે સંચાલક,ખંડ નિરિક્ષક સહિત 3 સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.