નાઇજેરીયાની કોલેજીયન યુવતી 146 દારૂની બોટલ સાથે પકડાઇ

વિદેશી યુવતી વડોદરાની પારૂલ કોલેજમાં ભણતી હોવાનું સામે આવ્યું
By: Monika Vyas   PUBLISHED: Fri, 11 Jan 2019 13:26:13 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 13:30:35 +0530


વડોદરા

વડોદરાની પારૂલ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે.આ કોલેજમાં ભણતા બે વિદેશી વિદ્યાર્થીઓ 146 જેટલી દારૂની બોટલ સાથે પોલિસના હાથે પકડાયા છે. વલસાડના પારડી હાઇવે પર કારમાં જઇ રહેલાં પોલિસે નાઇજેરીયન યુવક અને  યુવતીને ફિલ્મી ઢબે પીછો કરીને પકડી પાડ્યા હતા.પારડી હાઇવે પર પારડી પોલીસ ને પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કાર દોડતી દેખાતા પોલીસે બગવાડા ટોલ નાકા થી કારનો પીછો કરતા પારડી વિશ્રામ હોટલ પાસે કારને હાઇવે બ્લોક કરી ઝડપી પાડી હતી.

આ કારમાંથી નાઇજેરીયાના 24 વર્ષના યુવક બ્રાઇનર ચીકવરા અને 21 વર્ષની યુવતી પકડાયા હતા.આ બંને યુવક અને યુવતી પિતરાઇ ભાઇ-બહેન થતાં હોવાનો ખુલાસો થયો છે.

પોલિસે કારની ઝડતી લેતામાંથી 88 હજારની કિંમતની 146 જેટલી દારૂની બોટલો મળી આવી હતી.


પોલિસની પુછપરછમાં એવું સામે આવ્યું હતું કે બંને વિદેશીઓ આ દારૂ દમણથી લઇને આવ્યા હતા.આ બંને પાસે બરોડાની પારુલ કોલેજના પુરાવા રૂપે આઇ કાર્ડ મળી આવ્યા હતા અને બંને કઝીન ભાઈ બહેન હોવાનું પોલીસને બતાવ્યું હતું તેઓની પાસે કોલેજના પુસ્તકો પણ મળી આવ્યા હતા.બંને દમણની એક હોટલમાં રોકાયા હતા અને ત્યાંથી દારૂ ખરીદ્યો હતો.

દારૂ લાવનાર આરોપીઓ વિદેશી હોવાને કારણે તેમની ભાષા સમજતા સ્થાનિક પોલિસને મુશ્કેલીઓ પડતાં તેમણે એક મુસ્લીમ યુવકને દુભાષિયા તરીકે બોલાવીને હકીકતો જાણી હતી.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.