જયંતિ ભાનુશાળીની હત્યા કરનાર બે શાર્પ શુટરની અટકાયત,મર્ડર મીસ્ટ્રીનો ટુંક સમયમાં થશે પર્દાફાશ

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી.
By: Monika Vyas   PUBLISHED: Fri, 11 Jan 2019 18:08:49 +0530 | UPDATED: Sun, 13 Jan 2019 14:37:36 +0530

અમદાવાદ

 ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સોમવારે મધરાત્રે ભૂજ-બાંદ્રા સયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં કેટલાક શખ્સોએ આંખ અને છાતીમાં ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાને પગલે રાજકીય ક્ષેત્રે મોટો ભૂકંપ સર્જ્યો હતો.

 

કચ્છના અગ્રણી રાજકારણીની હત્યાનો કોયડો હવે પોલીસે ઉકેલી નાંખ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હત્યા કરનારા શાર્પ શૂટર્સ પૂણેના હતા. શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉની પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે. ભાઉ  જયંતી ભાનુશાળીની નજીક હોવાનું માનવામાં આવે છે.

 

એ સિવાય પોલિસે એક શંકાસ્પદ મહિલા અને બીજા ત્રણ લોકોને પણ અટકાયતમાં લીધા છે.આ કેસની તપાસ કરી રહેલ સીટ ભાનુશાળીની હત્યાના મુળ કાવતરાંખોરો સુધી ઝડપથી પહોંચી જશે તેવું માનવામાં આવે છે.

 

પોલીસને કેટલાક શંકાસ્પદ લોકોના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઇલ મળી છે. જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસને એક પછી એક કડી મળી રહી છે.

 

હત્યાના દિવસે ટ્રેનમાં કુલ ચાર લોકો હોવાની વાત પણ સામે આવી છે. શાર્પ શૂટર્સ ભાનુશાળીની હત્યા બાદ હત્યારા ઉત્તર પ્રદેશ ભાગી ગયા હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે તેમને દબોચી લીધા છે.

આ ઉપરાંત ક્યા કારણે જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. એફઆઈઆરમાં સામેલ મહિલા મનિષા ગોસ્વામીની પણ હત્યામાં સંડોવણી બહાર આવી છે પરંતુ હજુ તે પોલીસની પકડમાં આવી નથી. એ સિવાય ઉમેશ પરમાર નામના એક પત્રકારની પણ સંડોવણી પણ બહાર આવી છે.જો કે પોલિસે ફરિયાદમાં દાખલ 5 શંકાસ્પદોની હજુ ધરપકડ નથી કરી

 

પોલીસ હત્યારાઓને લઈને અમદાવાદ કાલુપુર સ્ટેશનના રેલવે યાર્ડમાં પડેલા સયાજીનગરીના H1 કોચમાં રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.