જયંતિ ભાનુશાળીના પરિવારજનોની જાનને ખતરો,માંગ્યું પોલિસ રક્ષણ

જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી.
By: Monika Vyas   PUBLISHED: Sat, 12 Jan 2019 17:05:15 +0530 | UPDATED: Sun, 13 Jan 2019 14:36:05 +0530

અમદાવાદ

કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા બાદ તેમનો પરિવાર સતત ભયના ઓથાર નીચે જીવે છે.જયંતિ ભાનુશાળીની હત્યા પછી તરત તેમના પત્નિ અને તેમના ભાઇએ ફરિયાદ કરી હતી કે તેમની પર પણ હુમલો થઇ શકે છે.

જો કે હવે પરિવારે પોલિસને ફરિયાદની કરીને તેમણે જણાવ્યું છે કે તેમની જાનને જોખમ છે.કોઇ અજાણી વ્યક્તિ દ્વારા ફોન પર મારી નાખવાની ધમકીઓ મુંબઈથી મળતી હોવાને લઈ પરિવારના સભ્યો શનિવારે પોલીસ પ્રોટેક્શન માટે રેલવે એસપી ઓફિસ ખાતે પોહચ્યા હતા. પરિવારજનોએ અરજી કરી પોલીસ સુરક્ષા માંગી હતી. આ સંદર્ભે પોલીસે અરજી સ્વીકારી છે. જયંતી ભાનુશાળીના અમદાવાદ અને કચ્છના ઘરે પોલીસ સુરક્ષા આપશે.

અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીની સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.

અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને કરાયેલી હત્યાના ગુનામાં સીઆઇડીક્રાઇમે સૂરજિત ભાઉ તથા શેખર નામના વ્યક્તિને ઝડપી લીધા છે. સાથે જ મોડી રાત્રે મૂળ વાપીની મનીષા ગોસ્વામીની પણ કચ્છમાંથી અટકાયત થઈ છે. ભાનુશાળીની હત્યા નીપજાવનારા શૂટરોને પૂનાથી બોલાવ્યા હોવાની વાત સામે આવતા સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાવાની શક્યતાઓ થવાની અટકળો વહેતી થઈ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.