રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભાજપની કેમ માફી માંગવી પડી,જાણો

હું પણ માણસ છું મારાથી પણ ભુલ થાય:રાહુલ ગાંધી
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 14:09:44 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 22:09:11 +0530


અમદાવાદ

રાજકારણને સાથે માફી નામનો શબ્દ ભલે સુસંગત ના હોય પરંતું કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેલદીલી બતાવીને ભાજપની માફી માંગી છે.મોંઘવારીના મામલે મોદી સરકારને ઘેરવા રાહુલ ગાંધીએ કરેલા ટ્વીટમાં મોંઘવારીને લગતા ખોટા આંકડા આપ્યાં હતાં.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં છેલ્લાં ત્રણ વર્ષનો મોંઘવારીનો ચાર્ટ રજુ કર્યો હતો,જેમાં દાળના ભાવ 45 રૂપિયે કિલોથી વધીને 80 રૂપિયે કિલો બતાવવામાં આવ્યા હતા.આ ભાવ વધારો 77 ટકાનો હોવા છતાં રાહુલે કરેલી ટ્વીટમાં 177 ટકા બતાવવામાં આવ્યો હતો.

આવી રીતે બીજી ચીજોના ભાવ વધારામાં 100 ટકાનો વધારો બતાવ્યો હતો જેમાં આંકડાકીય ભુલો હતી.

રાહુલ ગાંધીની આ ટ્વીટ પછી ભાજપ તરફથી હુમલાઓ શરૂ થયા હતા. ભાજપે વળતો પ્રહાર કરતા રાહુલે તે ટ્વીટ પાછું ખેંચી લીધું હતું.

જો કે સાથે સાથે ખેલદિલી બતાવી રાહુલ ગાંધીએ પોતાની ભુલ સ્વીકારીને ભાજપનો આભાર માન્યો હતો.બુધવારે ટ્વીટ કરતા રાહુલે કહ્યું કે બીજેપીના મારા બધાં મિત્રો માટેઃ હું નરેન્દ્રભાઇ જેવો નથી, એક માણસ છું. આપણે ભૂલો કરીએ છીએ તેનાથી જીવન દિલચસ્પ બને છે. ભૂલ તરફ ધ્યાન દોરવા માટે ધન્યવાદ. કૃપા કરી આગળ પણ આવું કરતાં રહેજો તેનાથી સાચે જ મને સુધારો કરવામાં મદદ મળે છે.તમને સૌને પ્યાર

 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.