ગળે લગાવીને મોદીએ અબેનું કર્યુ ભાવભીનું સ્વાગત,photos

જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબેનું પીએમ મોદી દ્રારા અમદાવાદ એરોપોર્ટ પર સ્વાગત કરાયુું.
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Sep 2017 17:10:19 +0530 | UPDATED: Thu, 14 Sep 2017 21:31:48 +0530

 

અમદાવાદ 

જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે આજે બપોરે વિશેષ પ્લેન દ્રારા અમદાવાદ આવી પહોંચ્યાં હતા,જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ગળે મળીને સ્વાગત કર્યું હતું.દેશમાં પહેલીવાર એવું બની રહ્યું છે જેમાં વિદેશના વડાપ્રધાન સીધા અમદાવાદના એરપોર્ટ પર આવ્યા હોય.પીએમ શિન્ઝો અબે સાથે તેમના પત્નિ અકી અબેનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. 

પીએમ અબેના પત્નિ અકી અબેએ પણ ભારતીય પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને તેમણે એરોપોર્ટ પર કેલીક તસ્વીરો લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમ શિન્ઝો અબે એરપોર્ટ પરથી સીધા અમદાવાદ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ હંકારી ગયા હતા.સાબરમતી આશ્રમમાં બંને મહાનુભવોએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.વડાપ્રધાન મોદી જાપાનના પીએમને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લઇ ગયા હતા,જ્યાં ગુજરાતની ઓળખ સમો ચબુતરો ઉભો કરવામાં આવ્યો હતો.પીએમ મોદીએ જાપાની મહાનુભવોને ચબુતરાના ઉપયોગ વિશે માહીતી આપી હતી.રિવરફ્રન્ટ પર બંને મહાનુભવોએ ગુજરાતના પરંપરાગત ગણતા સંખેડાના સોફામાં બેસીને ગુફેતેગુ કરી હતી.

સાબરમતી આશ્રમની મુલાકાત સમયે જાપાનના પીએમ શિન્ઝોએ ભારતીય પોષાક સિલ્કનો ઝભ્ભો -કુર્તો અને બ્લ્યુ કલરનો બંધ ગળાનો કોટ પહેર્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.