રાજ્યમાં રવિવાર સુધી ભારે વરસાદની આગાહી,ઉકળાટ-ગરમી વધ્યાં

રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Sep 2017 11:42:52 +0530 | UPDATED: Thu, 14 Sep 2017 21:32:41 +0530


અમદાવાદ

ગુજરાતમાં આગામી રવિવાર સુધી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને  શુક્ર, શનિ અને રવિવારે રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં ગરમી અને બફારો વધતા ઉનાળા જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના ૯ શહેરોમાં તો ગરમીનો પારો ૩૬ ડિગ્રીનો આંકડો વટાવી ગયો છે. આજે અમદાવાદ ૩૭.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનુ હોટેસ્ટ સીટી રહ્યુ હતું. જે ચાલુ સપ્ટેમ્બર મહિનાનો સૌથી ગરમ દિવસ હતો. આ તાપમાન સામાન્ય કરતા ૪.૧ ડિગ્રી વધુ છે. ત્યારે  આ બફારા અને ઉકળાટના લીધે રાજ્યમાં ફરીથી વરસાદની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી રવિવાર સુધી રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય પશ્ચિમ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આમ પણ છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભરના ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણ બદલાતુ હોય છે અને છુટા છવાયા વરસાદના ઝાપટા પણ પડી રહ્યા છે.  ત્યારે શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસ સુધી લોકોએ વરસાદના ભારે ઝાપટાઓ માટે તૈયાર રહેવુ પડશે. જો કે ત્યારબાદ તબક્કાવાર રીતે રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેશે તેવુ હવામાન વિભાગનુ કહેવું છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.