બોલો, ખુદ આરોગ્ય સચિવને જ સ્વાઈન ફ્લુ થઈ ગયો

આઈએસ ઓફિસર પૂનમચંદ પરમારને સ્વાઇનફુલ થયો
By: Monika Vyas   PUBLISHED: Sat, 12 Jan 2019 08:58:43 +0530 | UPDATED: Sat, 12 Jan 2019 08:58:43 +0530

અમદાવાદ

ઠંડી વધતાની સાથે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. સરકારે આરોગ્ય વિભાગને સતર્ક રહેવાના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગર આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી સ્વાઇન ફ્લૂમાં સપડાયા છે.

ગાંધીનગર સેકટર-૮માં રહેતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી સ્વાઇન ફ્લૂમાં સપડાયા હોવાનું બહાર આવ્યું છેે. સિનિયર આઇએએસ અધિકારી પૂનમચંદ પરમારને શરદી અને તાવના લક્ષણ હોવાથી તેમનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમને એચ1એન1ની સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મહાપાલિકામાં નવા વર્ષના પ્રથમ મહિનામાં સ્વાઇન ફ્લૂનો બીજો કેસ નોંધાયો છે.

પૂનમચંદ પરમારને છેલ્લા ચાર દિવસથી તાવ આવતો હતો અને ગળામાં બળતરા તથા કફની તકલીફ હતી. જેને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા આજે તેમના ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. તબીબો દ્વારા ચેકિંગ કરાતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેને લઇને અધિકારીના સંપર્કમાં આવેલા પરિવારના અન્ય સભ્યોને પણ તકેદારીના ભાગરૃપે ટેમીફ્લૂ દવા આપવામાં આવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.