કૃણાલની પ્રેમિકાની આત્માએ પરિવારને હેરાન કરી નાંખ્યું હતું...પત્નિની સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો

પરિવારની સામુહિક આત્મહત્યા પર થયો ચોંકાવનારો ખુલાસો
By: Monika Vyas   PUBLISHED: Thu, 13 Sep 2018 19:26:02 +0530 | UPDATED: Sat, 15 Sep 2018 21:23:04 +0530


અમદાવાદ

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની આત્મહત્યાનું રહસ્ય ઘેરાયું છે. કોસ્મેટિક વેપાર સાથે જોડાયેલ 50 વર્ષના કૃણાલ ત્રિવેદી એક વર્ષથી અમદાવાદના નરોડામાં રહેતા 50 વર્ષના કૃણાલ ત્રિવેદીએ પોતાની પત્નિ કવિતા  અને 16 વર્ષની પુત્રી શીરીન સાથે સામૂહિક આપઘાત કરી લીધો છે. કૃણાલે તેમની 75 વર્ષની માતાને પણ ઝેર આપ્યું હતું.

હવે આ આત્મહત્યા પાછળ એક પછી એક ચોંકાવનારા રહસ્યો પરથી પડદો ખુલી રહ્યો છે.આત્મહત્યા પછી પોલિસે બે સ્યુસાઇડ નોટ કબજે કરી છે,જેમાં એવું સામે આવ્યું છે કે પરિવાર કોઇ ભેદી આત્માના ત્રાસથી પરેશાન હતો.પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે  લગ્ન પહેલા કૃણાલ એક યુવતીના પ્રેમમાં હતો પરંતુ પારીવારિક કારણોસર તેમના લગ્ન થઈ શક્યા નહોતા. ત્યાર બાદ તેની પૂર્વ પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા તેની આત્મા કૃણાલના પરિવારને હેરાન કરતી હોવાની આશંકા હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે કૃણાલ એવું માનતો હતો કે તેની પૂર્વ પ્રેમિકાની આત્મા તેને પોતાની તરફ ખેંચી રહી છે. જેથી કૃણાલ-કવિતા વચ્ચે ઝઘડો પણ થયો હતો.

પોલિસે કૃણાલની 45 વર્ષની પત્નિ કવિતાની સ્યુસાઇડ નોટ કબજે કરી છે.આ નોટમાં કવિતાએ કોઇ ભેદી આત્માનો ઉલ્લેખ કર્યો છે અને આત્મા કૃણાલની કથિત પ્રેમિકાની હોવાનું જાણવા મળેલ છે.

કવિતાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે

 

 મા-બાપુ,પ્રણામ-બાપુ-મા આજ સુધીની તકલીફો માટે મને માફ કરી દેજો. મા અમે એક કરોડમાં મકાન વેચી દીધું, તમામને પૈસા ચૂકવ્યા બાદ જે પૈસા બચ્યા તે મેં અને કૃણાલે વહેંચી લીધા. હું મારા પુરા પૈસા તમને આપીને જઈ રહી છું. આજ સુધી મેં જે કંઈ બચાવ્યું તે મારા અને શ્રીન માટે બચાવ્યું હતું. આજે હું શ્રીનનો હિસ્સો તમને આપવા માગું છું…

ના તો તે મારવા માગતી હતી કે ના તો જીવવા દેવા માગતી હતી. આથી ખૂબ વિચાર્યા બાદ આ પગલું ભરી રહ્યા છીએ. તમે ક્યારેય એવું ના વિચારતા કે શું માણસને આટલી તકલીફ આવી શકે છે, કે દર બે-ચાર દિવસમાં એક નવી વાત સાંભળવા મળે છે અને તે અમને શાંતિથી જીવવા દેવા માગતી નથી. દુનિયા આ વાતને સમજશે નહીં અને ઉલટા પાગલ કહેશે. આથી અમે બધા સાથે જઈ રહ્યા છીએ, કૃણાલ તરફથી કોઈ જબરદસ્તી નથી. મેં ખૂબ જ વિચાર્યા બાદ આ નિર્ણય કર્યો છે કે, કારણ કે કૃણાલ વિના જીવવું ખૂબ મુશ્કેલ છે. આ દુનિયા અમને મા-દીકરીને જીવવા દેશે નહીં. હું જલ્દીમાં છું, ભૂલો માફ કરશો…


શ્રીનને હું સાથે લઈ જઈ રહી છું. આ પૈસાથી આ ઘર સારું બનાવી લેજો, અને જે કંઈ દાન-પૂણ્ય કરવું હોય તે કરી લેજો. તેમાંથી સાત બાળકોને જે કંઈ મારા તરફ લાગે તે તમે આપી દેજો. આ પૈસામાંથી 10,000 સરિતા અને 10,000 નીતુને આપી દેજો, કારણ કે આ પૈસા મને આપ્યા હતા. મા આ પૈસાથી તારું થોડું કામ તો ચાલી જશે, કારણ કે હવે હું ઉપર બાધાઓથી પરેશાન થઈ ગઈ છું…

 

મારી સાસુ આ તમામ વાતો જાણે છે. કારણ કે તે જીવનની તમામ તકલીફોનું કારણ તે જ રહી, કારણ કે કોઈ યુવતી કૃણાલને ચાહતી હતી અને તેણે આ લોકોને કહ્યું હતું અને કૃણાલ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માગતો હતો. પરંતુ તે યુવતીએ બાદમાં આત્મહત્યા કરી લીધી, અને તેના કારણે જ આ તમામ મુશ્કેલીઓ આવી રહી હતી. તે કૃણાલને લઈ જવા માટે વારંવાર પ્રયાસ કરી રહી હતી અને કોઈને કોઈ ખોટું કામ કરાવી રહી હતી. તેના કારણે પરેશાનીઓ વધી રહી હતી. હવે અસહનીય થઈ ગયું હતું કારણ કે તે શ્રીન પર પણ હુમલો કરવા લાગી હતી…

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.