અમદાવાદમાં 80.90 રૂપિયા પ્રતિ લીટર ભાવ પહોંચ્યો,હજુ ભાવો વધશે

ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવોની અસ્થિરતા મુખ્ય જવાબદાર
By: Monika Vyas   PUBLISHED: Fri, 14 Sep 2018 11:00:49 +0530 | UPDATED: Sat, 15 Sep 2018 21:23:12 +0530


અમદાવાદ

વિપક્ષોના સતત હુમલા,ભારત બંધનું એલાન અને મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાના રોષ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ આજે પણ વધ્યાં છે.શુક્રવારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 80.90 રૂપિયા પ્રતિ લીટર હતો.અમદાવાદમાં બે દિવસમાં પેટ્રોલના ભાવોમાં 60 પૈસાનો વધારો થયો છે.

શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 28 પૈસા વધીને નવા ભાવ 81.28 રૂપિયા થયા છે જ્યારે ડીઝલના ભાવ 22 પૈસા વધીને 73.30 રૂપિયા જેટલા થયા છે.ગ

ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતાના મોટા શહેરોમાં પણ આ ભાવ વધારો સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે.

અમદાવાદમાં આજનો પેટ્રોલ ભાવ 68 પૈસાના વધારા સાથે 80.90 રૂપિયા પર પહોંચી ગયો છે.જે ઓલ ટાઇમ હાઇ છે.જ્યારે ડીઝલનો ભાવ 67 પૈસાના વધારા સાથે 78.98 રૂપિયા થઈ ગયો છે. તે જ રીતે સુરતમાં પેટ્રોલનો ભાવ 80.13 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 78.43 રૂપિયા થઈ ગયો છે. રાજકોટમાં પેટ્રોલ 80.61 રૂપિયા અને ડીઝલ 78.89 રુપિયા પહોંચી ગયું છે તો વડોદરા ખાતે પેટ્રોલ 80.25 રૂપિયા અને ડીઝલ 78.52 રૂપિયા થઈ ગયું છે.

હજુ ભાવો વધશે

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 4 નવેમ્બરના રોજથી ઇરાન પાસેથી ઓઇલ ખરીદવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને દુનિયાનો જે દેશ આ તેલ ખરીદશે તેના પર પણ વિવિધ પ્રતિબંધ મુકવાની વાત કરી છે. જેના કારણે ભારત અને ચીન સહિતના ઈરાની ક્રુડ ઓઇલના પ્રમુખ ખરીદદાર આ કારણે ઈરાનથી પોતાની ખરીદી ઓછી કરી રહ્યા છે અને નવેમ્બરથી બીજા પણ ઘણા દેશ ખરીદી બંધ કરશે જેના કારણે ક્રુડ ઓઇલની સપ્લાય ઘટશે અને ભાવ વધશે.

  

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.