આગ લાગતાં 40થી વધુ ઝુંપડા સાફ,અનેક ગરીબ પરિવારો ઘરવિહોણા

અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં ભારે આગ લાગી હતી
By: Monika Vyas   PUBLISHED: Sun, 10 Feb 2019 08:22:19 +0530 | UPDATED: Tue, 12 Feb 2019 17:19:32 +0530





અમદાવાદ

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગતા અનેક ગરીબ પરિવારોની હાલત ગંભીર બની ગઈ હતી.વહેલી સવારે લાગેલી આગમાં અનેક ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત થયા હતા.

આગના કારણે ફાયર ફાયટરની 19 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

ચંડોળા તળાવ પર આવેલી મસ્જિદ પાસે આવેલા 40થી વધુ ઝુંપડામાં આગ લાગતા અહીં આજુબાજુ રહેતા લોકોનો જીવ પણ અધ્ધર થયો હતો.

વહેલી પરોઢે લાગેલી આગ સવારે 8 વાગ્યા સુધી કન્ટ્રોલમાં આવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.