આવતીકાલથી આમરણાંત ઉપવાસ પર બેસશે ડો.પ્રવીણ તોગડિયા

અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે અનશન આંદોલન શરૂ કરશે તોગડિયા
By: Monika Vyas   PUBLISHED: Mon, 16 Apr 2018 15:45:52 +0530 | UPDATED: Mon, 16 Apr 2018 23:57:06 +0530

અમદાવાદ

ડો.પ્રવિણ તોગડીયાને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ તેનાથી સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે અને વીએચપીના અનેક હોદ્દેદારો રાજીનામાં ધરી રહ્યાં છે.વિહીપમાંથી હટવાના કારણે નારાજ પ્રવિણ તોગડીયા આવતીકાલથી અમદાવાદમાં ડો. પ્રવીણ તોગડિયા આવતીકાલે એટલે કે મંગળવારે અમદાવાદમાં વણીકર ભવન ખાતે ઉપવાસ કરશે.અગાઉ તોગડિયા સાબરમતી આશ્રમ પાસે આવેલા બત્રીસી હોલમાં ઉપવાસ કરવાના હતા પરંતું સોમવારે સાંજે અચાનક અનશનનું સ્થળ બદલવામાં આવ્યું છે.

 પ્રવીણ તોગડીયાના ઉપવાસનું સ્થળ સોમવારે મોડી સાંજે બદલાયું છે.અગાઉ સાબરમતી આશ્રમ પાસે આવેલા બત્રીસી હોલ પછી એવું સામે આવ્યું હતું કે તોગડીયા જીએમડીસી ગ્રાઉન્ડ પર ઉપવાસ કરશે..જોકે જીએમડીસી મેદાનમાં ઉપવાસ કરવા માટે પોલીસ પરમિશન નહીં મળતા હવે વણીકર ભવન ખાતે થશે ઉપવાસ.

સોમવારે પ્રવીણ તોગડિયાને મળવા માટે આરએસએસના ચિંતન ઉપાધ્યાય સહિતના નેતાઓ મળવા ગયા હતા અને તેમને મનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.જો કે પોલિસ પરમીશન નહીં હોવા છતાં પ્રવીણ તોગડિયા ઉપવાસ કરવા મક્કમ હતા.

ડો.પ્રવીણ તોગડીયાનુ કહેવુ છે કે, કરોડો હિન્દુઓ, ખેડૂતો, યુવાનો અને મજુરોનો અવાજ રજુ કરવા માટે આ ઉપવાસ આંદોલન કરશે. તોગડીયાએ એ પણ જણાવ્યુ હતું કે મારા ઉપવાસ કોઈ સરકાર કે સંસ્થા વિરુદ્ધ નથી, માત્ર લોકોના હિત માટે જ છે.

ડો.પ્રવીણ તોગડિયાએ જણાવ્યુ કે, ૨૦૧૪ની ચુંટણીમાં ભાજપે હિન્દુઓના નામે મત મેળવીને હિન્દુઓ સાથે છેતરપીંડી કરી છે, જેથી લોકોનો અવાજ રજુ કરવા ઉપવાસ કરીશ. આ ઉપરાંત પ્રવિણ તોગડીયાએ આગામી સમયમાં નવી હિન્દુ સંસ્થા શરુ કરવાના પણ સંકેતો આપ્યા છે. તોગડીયાએ જણાવ્યુ હતું કે સત્તામાં નશામાં લોકોનો અવાજ અત્યારે દબાવવામાં આવે છે, પરંતુ કરોડો કાર્યકર્તાઓ મારી સાથે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ પોતાના વચનનુ પાલન કરે તે માટે હું સત્યાગ્રહ કરવાનો છું. કારસેવકોના બલિદાનથી ભાજપ સત્તા પર આવ્યુ છે. તેમ છતાં રામ મંદિર મુદ્દે કોઈ જ કાર્યવાહી થતી નથી. સરકારે સત્તામાં આવ્યા બાદ ગૌરક્ષકોને હત્યારા ગણાવ્યા છે. કાશ્મીરમાં સેના પર પથ્થરમારો કરનાર ૯ હજાર લોકો સામેના કેસ પાછા ખેંચાયા છે પરંતુ ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં હિન્દુઓ સામે થયેલ કેસ પાછા ખેંચાયા નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.