ભાજપ સરકાર સામે લડત ચાલુ,30 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે 101 યુવાનો કરાવશે મુંડન

પાસના કન્વીર દિલીપ સાબવાએ મીડીયા સમક્ષ આપી કાર્યક્રમોની વિગતો
By: Monika Vyas   PUBLISHED: Fri, 14 Sep 2018 17:50:09 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:50:09 +0530

અમદાવાદ    

ભાજપ સરકાર સામે બાંયો ચડાવી ચુકેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલે ભલે તેમના ઉપવાસનો અંત આણ્યો હોય પરંતું પાટીદાર આગેવાનોએ સરકાર સામે ખોલેલો મોરચો ચાલુ રાખ્યો છે.પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના આગેવાન દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે આવનાર લોકસભાની ચૂંટણીમાં દેશનો કુષિ સાથે સંકળાયેલો આખા દેશમાં ફરીને ભાજપનો વિરોધ કરીને પ્રચાર કરશે.

દિલીપ સાબવાએ જણાવ્યું કે 31 ઓક્ટોબરના રોજ નર્મદા ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થવા જઇ રહ્યું છે ત્યારે તે વિસ્તારમાં શહિદ પાટીદાર યુવાનોની યાદમાં ત્રિવિધ ભવન બનાવવામાં આવશે અને આ ભવનનું નામ અપાશે કિસમેં કિતના હૈ દમ...

દિલીપ સાબવાએ કહ્યું કે 30 ઓક્ટોબરે અનામત આંદોલનમાં શહીદ થયેલાં પાટીદારોની પ્રતિમાની યાત્રા બોટાદથી 101 ગાડીઓના કાફલા સાથે નીકળીને નર્મદા પહોંચશે જ્યાં 101 યુવાનો મુંડન કરાવશે.

દિલીપ સાબવાએ કહ્યું કે 30 ઓક્ટોબરે ત્રિવિધ ભવનના સ્થળ ઉપર 101 પાટીદાર યુવાનો અને ખેડૂતો મુંડન કરાવશે. ત્યાં આહુતિ યજ્ઞ થશે.

જેલમાં બંધ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સુરેશ ઠાકરે અને સતીશ પટેલને જેલ મુક્ત કરવાની પણ દિલીપ સાબવાએ માંગણી કરી હતી.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.