ફાંસીની સજા ચાલુ રાખવા 12 રાજ્યોએ કર્યુ સમર્થન

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફાંસીની સજા અંગે મત માંગ્યા.
By: Monika Vyas   PUBLISHED: Tue, 13 Mar 2018 11:51:37 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 11:51:37 +0530


નવી દિલ્હી

દેશમાં ૮૫ ટકા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ફાંસીની સજા યથાવત રાખવાનુ સમર્થન કર્યુ છે. જ્યારે બે રાજ્યો કર્ણાટક અને ત્રિપુરાએ ફાંસીની સજા રદ્દ કરવાનુ સમર્થન કર્યુ છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફાંસીની સજા રદ્દ કરવી જાઈએ કે નહીં તે અંગે તેમના મત માંગ્યા હતા. પરંતુ અત્યાર સુધી માત્ર ૧૪ રાજ્યોનો જવાબ આવ્યો છે, જેમાંથી ૧૨ રાજ્યોએ ફાંસીની સજા યથાવત રાખવાનુ સમર્થન કર્યુ છે. જ્યારે કર્ણાટક અને ત્રિપુરાએ આ સજા રદ્દ કરવાનુ સમર્થન કર્યુ છે.

ફાંસીની સજાનુ સમર્થન કરનાર ૧૨ રાજ્યોનો તર્ક છે કે, હત્યા અને બળાત્કાર જેવા ગંભીર કેસોમાં ફાંસીની સજાના કારણે લોકોમાં થોડો ડર રહે છે. જસ્ટીસ એપી શાહની અધ્યક્ષતાવાળા કમિશને વર્ષ ૨૦૧૫માં પોતાના એક રીપોર્ટમાં પ્રસ્તાવ રજુ કર્યો હતો કે,આતંકવાદના કેસોને બાદ કરતાં તમામ કેસોમાં ફાંસીની સજા રદ થવી જોઇએ.

જસ્ટીસ શાહ કમિશનની આ ભલામણ બા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મુદ્દે રાજ્ય સરકારનો મત માંગ્યો હતો. ફાંસીની સજા યથાવત રાખવાનુ સમર્થન કરનાર રાજ્યમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, તમિલનાડુ અને દિલ્હીનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોએ પોતાનો મત રજુ કર્યો નથી. ત્રિપુરામાં સરકાર બદલાઈ ગઈ છે જેથી શક્ય છે કે તેમનો મત પણ બદલાઈ જાય. મહત્વનુ છે કે, દુનિયામાં અત્યારે બિન આતંકી કેસોમાં ફાંસીની સજા માત્ર પાંચ દેશોમાં જ આપવામાં આવે છે. જેમાં ભારત, ચીન, ઈરાન, ઈરાક, સાઉદી અરબનો સમાવેશ થાય છે.

લો કમિશનના રિપોર્ટ પ્રમાણે 2014ના અંત સુધીમાં દુનિયાના 98 દેશોએ મોતની સજા રદ કરી દીધી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.