બ્રિટન સરકારે દાઉદની 4 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

બ્રિટન ઓથોરીટીએ દાઉદની તમામ સંપત્તિ જપ્ત કરી
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Sep 2017 12:19:52 +0530 | UPDATED: Thu, 14 Sep 2017 21:31:56 +0530


લંડન

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ મામલે ભારત સરકારને એક મોટી સફળતા મળી છે. બ્રિટેને દાઉદ ઈબ્રાહિમની પોતાના દેશની તમામ સંપત્તિ જપ્ત કરી લીધી છે. દાઉદ ઈબ્રાહિમ પાસે યુકેના વોરવિક્સમાં એક હોટલ અને કેટલાક ઘર હતા, જેની કિંમત ૪ હજાર કરોડમાં હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

 થોડા સમય પહેલા જ બ્રિટેન સરકારે દાઉદ પર પ્રતિબંધ મુકીને તેના ધંધાઓ પર આર્થિક પ્રતિબંધ મુક્યા હતા. આ સંબંધે ભારત પણ બ્રિટિશ સરકારને દાઉદની સંભવિત સંપત્તિઓની યાદી સોંપી ચુક્યુ છે. ફોર્બ્સ મેગેઝિનના રીપોર્ટ મુજબ દુનિયાભરમાં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની કુલ ૬.૭ બિલીયન ડોલરની સંપત્તિ છે. તેમજ તે દુનિયાનો બીજા સૌથી ધનવાન ગેંગસ્ટર માનવામાં આવે છે.બ્રિટનમાં આવેલી દાઉદની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ, ૧૯૯૩ના બ્લાસ્ટના આ માસ્ટર માઈન્ડ દાઉદ પાસે એકલા બ્રિટેનમાં જ 450 મિલિયન ડોલર એટલે કે 4 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હતી. આ ઉપરાંત દુબઈ સહિત અન્ય આરબ દેશો અને પાકિસ્તાનમાં પણ દાઉદ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.   જે પૈકી બ્રિટેને કડક કાર્યવાહી કરીને દાઉદની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

બ્રિટિશ સરકારનુ આ પગલુ ભારત માટે મોટી સફળતા મનાઈ રહ્યુ છે. કારણકે ભારત લાંબા સમયથી દાઉદ પર આંતરરાષ્ટ્રીય ભીંસ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યુ હતું. જેમાં હવે સફળતા મળતી દેખાય છે. બ્રિટીશ સરકારની આ કાર્યવાહીથી દાઉદ ઈબ્રાહિમની આર્થિક તાકાત પર મોટો ફટકો પડશે. તેમજ અન્ય દેશો પણ દાઉદ સામે આવી કાર્યવાહી માટે પ્રેરાશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.