#MeToo કેમ્પેઇન: મહિલાઓના આરોપો પાછળ સચ્ચાઇ કેટલી

આજકાલ હેશટેગ #MeToo થી એક અભિયાન ચાલી રહ્યું છે
By: Monika Vyas   PUBLISHED: Wed, 10 Oct 2018 17:06:11 +0530 | UPDATED: Wed, 10 Oct 2018 17:06:11 +0530

અમદાવાદ 

આજકાલ હેશટેગ #MeToo થી એક અભિયાન ચાલી રહ્યું છે જેમાં મહિલાઓ પોતાની પર થયેલાં ઉત્પીડન અંગે ખુલીને જાહેરમાં આપવીતીઓ જણાવી રહી છે.#MeToo  અભિયાનથીએ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે શોષિત મહિલાઓ ખુલીને સામે આવે અને પોતાની પર થયેલાં જાતીય અત્યાચારો વિશે જાહેરમાં વાત કરે.

હોલીવુડ અભિનેત્રી અલિસા મિલાનોએ 15 ઓક્ટોબર 2017ના રોજ #MeTooની સાથે આપવીતી ટ્વિટ કરી. એક જ રાતમાં આ હેશટેગ સાથે 5 લાખથી વધુ ટ્વિટ થયા. ત્યારબાદ #MeToo કેમ્પેન સમગ્ર અમેરિકામાં શરૂ થઈ ગયું હતું.

10 ઓક્ટોબર 2017ના રોજ હેશટેગ #MeToo  કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી.આ અભિયાનને  વર્ષ પસાર થયું અને અલગ-અલગ દેશોમાં 50થી વધુ પુરુષો પર યૌન દુર્વ્યવહારના આરોપ લાગ્યા છે. જો કે જોવાની વાત  એ છે કે કાયદાકીય રીતે સજા અત્યાર સુધી માત્ર અમેરિકાના ટીવી કલાકાર બિલ કોસ્બીને જ થઈ છે.તેને 10 વર્ષ જેલની સજા થઈ. અમેરિકાની સાથોસાથ લગભગ 85 દેશોની મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવવા માટે #MeToo કેમ્પેનનો ઉપયોગ કરી રહી છે. હવે આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થયો છે.

જો યાદ હોય તો થોડો સમય પહેલાં કોંગ્રેસના રાજ્યસભાના પૂર્વ સાંસદ રેણુકા ચૌધરીએ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે માત્ર બોલિવૂડ જ નહીં સંસદ જેવા સ્થળોએ પણ કાસ્ટિંગ કાઉચ થાય છે. ભારતની મહિલાઓએ પશ્ચિમિ દેશના 'મી ટુ' જેવું અભિયાન ચલાવવાનો સમય આવી ગયો છે.

એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ એક્ટર નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો છે.તનુશ્રીના આરોપ પ્રમાણે નાનાએ 2008માં એક ગીતના શૂટીગ દરમિયાન જાતીય સતામણી કરી હતી.

તનુશ્રી પછી ટીવી પ્રોડ્યુસર વીન્તા નંદા,પત્રકાર પ્રિયા રામાણી,સીંગર સોના મોહપાત્રા જેવી સેલીબ્રીટી મહિલાઓએ તેમની સાથે થયેલા શોષણને સોશિયલ મીડીયામાં #MeToo કેમ્પેઇન હેઠળ જાહેર કર્યા છે.

નાના પાટેકર સિવાય કેન્દ્રીય મંત્રી એમ જે અકબર, અભિનેતા આલોકનાથ, રજત કપૂર, ગાયક કૈલાશ ખેર, ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર વિકાસ બહલ, લેખક ચેતન ભગત અને એઆઈબી ટીમના સભ્ય તન્મય ભટ્ટ, ગુરસિમરન ખંભા અને ઉત્સવ ચક્રવર્તી ઉપર પણ યૌન ઉત્પીડનના આરોપ લાગ્યા છે.

જો કે  આ અભિયાનના પછી અનેક સવાલો સામે આવી રહ્યાં છે. અભિનેત્રીઓ અને મોડલો દ્વારા કરવામાં આવી રહેલ આક્ષેપોની સત્યતા તો હજી ચકાસવામાં આવી રહી નથી પરંતુ જે રીતે સમાચાર પત્રો, ટીવી ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર આ અભિયાનને ચગાવવામાં આવી રહ્યું છે તે જોતા #MeToo  કેમ્પેઇન પર જ સવાલો ઉભા થયાં છે.

દેશમાં #MeToo અભિયાન પછી ભાજપના એક સાસંદે તો વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે.

ભાજપના સાંસદ ઉદિત રાજે કહ્યું કે, મી ટૂ કેમ્પેઇન ભારતમાં પ્રવેશ્યુ અને તેનો ખોટી રીતે ઉપયોગ થઇ રહ્યો છે. કેમ કે, મહિલાઓને એવી ટેવ હોય છે કે, તેઓ પહેલા-ચાર લાખ રુપિયા લઇ લે છે અને પછી પુરુષો પર ખોટા આરોપ લગાવે છે.

 

તનુશ્રી દત્તાએ ૧૦ વર્ષ પહેલા પોતાની સાથે થયેલ જાતીય સતામણીની આટલા વર્ષો બાદ લોકો સમક્ષ જણાવી છે અને ફરીયાદ કરી છે. આ મામલે હજી કોઈ તથ્યો સામે આવ્યા નથી. ત્યારે તનુશ્રીના સપોર્ટમાં કેટલીક જાણીતી હસ્તીઓ પણ આવી ગઈ છે અને ત્યારબાદ અન્ય અભિનેત્રીઓ અને મોડલો પણ પોતાની સાથે દુષ્કર્મ કે છેડતી થઈ હોવાની ઘટનાનો ઉલ્લેખ કરી #MeToo  સાથે જોડાઈ ગઈ છે.

ટીવીના સંસ્કારી બાબુજી ગણાતા આલોકનાથ પર ટીવી પ્રોડ્યુસર વીન્તા નંદાએ 20 વર્ષ પહેલાં બનેલી ઘટનાનો આરોપ મુક્યો છે.એવી રીતે રજત કપુર પણ જુના બનાવને તાજો કરીને આરોપ મુકવામાં આવ્યો છે.જો કે બનાવોની તારીખો જુની હોવાને કારણે તેની સંવેદનશીલતાની ગંભીરતા પર આંગળી ચીંધી ના શકાય પરંતું મહિલાઓના આટલા મોડા આરોપો મુક્યા હોવાથી તેની સત્યતા પર સવાલો તો ઉભા થઇ રહ્યાં છે.

આલોક નાથે પોતાની પર લાગેલા આરોપ પછી કહ્યું હતું કે આપણે ત્યાં મહિલાઓ સાચુ બોલે છે એવું માનીને જ ચાલવામાં આવે છે એટલે આ વિશે વાત કરવાનો મતલબ નથી.

એવી રીતે લેખક ચેતન ભગતે પોતાના પર આરોપો લાગ્યા પછી ફેસબુક પોસ્ટ પર લખ્યું કે મેં સતામણી કરી નથી...કરી નહોતી અને કરીશ નહી..

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.